મંગળવાર, 23 એપ્રિલ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. ગુજરાતી સાહિત્ય
  4. »
  5. ગુજરાતી વાર્તા
Written By વેબ દુનિયા|

ટૂંકી વાર્તા : ઈશારો

- નીતા શ્રીવાસ્તવ

P.R
ખોટા સમયે હું પહોંચી હતી. તેણી વ્યસ્ત હતી. કેટલીય વસ્તુને ઉઠાવીને તે કબાટ-પેટીમાં બંધ કરી રહી હતી. અને ફ્રિજની ચાવી પણ શોધી રહી હતી. ઘર આખું વિખરાયેલું પડ્યુ હતુ. ઉઠાવીને પટકેલુ...તાળાચાવી....બેહાલ દ્રશ્ય...?

ખબર પડી કે સાસુ-સસરા આવી રહ્યા છે, એક મહિના માટે... તેની જ તૈયારી ચાલી રહી છે. તેમના આવ્યા પછી તો બંને જણા તેમની સેવા, આગતા-સ્વાગતતા, અને ચોકીદારીમાં જ લાગી જશે....તમે તો પડોશી છો...પોતે જોજો.

તમારા પહેલાં જે અમારા પડોસમાં જે પ્રભાતી રહેતી હતી તે તો મને આખા ફળિયામાં બદનામ કરીને ગઈ હતી કે હું સાસુ-સસરાને કૈદીયો જેવા રાખું છુ. રોજ મારી સાસુને આમંત્રણ આપીને ઘરે બોલાવતી અને ઘરની વાતો પૂછતી... ખોદી ખોદીને... અને સાસુને ચઢાવતી હતી મારા રહેવા-ઓઢવા પર.....બેસવા-ઉઠવા પર..... સારું થયુ કે અહીંથી ટળી.

તમે પોતે જ જોશો કે મારા જેવી સેવા....ખાવુ-પીવડાવવુ કોઈ વહુ નહી કરતી હોય, પોતાના સાસુ-સસરાની.... પણ મને તો કોઈ કામનો જશ જ નથી....ખરાબની ખરાબ.

વાતો કરતાં-કરતા ફ્રિજની ચાવી શોધવાનુ તો એનું ચાલુ જ હતુ. જવા દો.... તમે પડોશી બનીને આવી ગયા તો મારું એ ટેંશન પણ દૂર થઈ ગયુ. તમારી પાસે ક્યા છે સમય, મારી સાસુ જોડે તડકામાં બેસીને ગપ્પાં હાંકવાની.

તેમનો ઈશારો ચોખ્ખો એ જ હતો કે પાડોશી હોવાં છતાં હુ તેમની સાસુ જોડે સંબંધ ના વધારુ. હદ થઈ ગઈ... ઈશારોમાં જ પોતાનો રસ્તો સાફ કરી લીધો. મારે પણ જવાબ આપવો પડ્યો...' નવરાશ...? ,મારી પાસે શુ... કોઈની પાસે નથી. તમને જ જુઓ... પૂજ્ય સાસુ સસરાના સ્વાગતની તૈયારીમાં વ્યસ્ત છો.... ડઝનો કામ છે.....દબાવી દેવું...સંતાડવુ...સમેટવું....અને તેના પર મોટું કામ...ફ્રિજની ચાવી શોધવી. સાસુ-સસરા આવવાના છે તો ફ્રિજને તો તાળુ મારવું જ પડે ને' આટલુ કહીને હું ચૂપ થઈ ગઈ.... તેમના ઈશારાનો જવાબ ઈશારામા આપીને મૈ પણ બતાવી દીધુ કે તે કેટલા પાણીમાં છે.