શનિવાર, 20 એપ્રિલ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. ગુજરાતી સાહિત્ય
  4. »
  5. ગુજરાતી વાર્તા
Written By વેબ દુનિયા|

ટૂંકી વાર્તા : ફુગ્ગાવાળો

P.R
રવિ ઘર છોડીને ચાલ્યો ગયો. ટીના અને લાલુને તેની સાથે જવું હતું. પ્રાઈવેટ કંપનીમાં નિવુ્ત્તિ પછી પેંશન કોણ આપે ? મુશ્કેલી આવી ત્‍યારે કોઈની સલાહથી ફુગ્ગા વેચવા નીકળી પડ્યો..

રંગ-બેરંગી ફુગ્ગા... બાળકો જોતાં દોડી પડ્યાં. સાંજે ઘરે પાછા ફર્યા ત્યારે એક પણ ફુગ્ગો બચ્યો ન હતો. બધા ખલાસ ! પત્નીએ આશા ભરી નજરો થી જોયુ તો એમને માથું ઝુકાવી લીઘું. અને બોલ્યાં "ફુગ્ગા પણ કોઈ વેચવાની વસ્તું છે? દરેક બાળકોમાં મને લાલુ અને ટીના જ દેખાયા. આવતીકાલથી બીજુ કશું વેચીશું."