શુક્રવાર, 19 એપ્રિલ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. ગુજરાતી સાહિત્ય
  4. »
  5. ગુજરાતી વાર્તા
Written By વેબ દુનિયા|

શરત વગરનો પ્રેમનો જાદુ

N.D
લિંડા બ્રિટિશે ખરેખરે પોતાની જાતને હોમી નાખી. લિંડા એક ઉત્કૃષ્ટ ટીચર હતી, જેને એવુ લાગતુ હતુ કે જો તેની પાસે સમય હોત તો તે મહાન ચિત્રો અને કવિતાની રચના કરી શકતી હતી. પણ, 28 વર્ષની વયે જ તેને ભયંકર માથાનો દુ:ખાવો થવા માંડ્યો. દાક્તરે તપાસ કર્યા પછી કહ્યુ કે તેના માથામાં એક મોટુ ટ્યુમર હોવાને કારણે ઓપરેશન કરાવવું પડશે અને ઓપરેશન બાદ પણ તેની બચવાની તક માત્ર 2 ટકા જ છે. આથી તેમને તત્કાલ ઓપરેશન કરવાને બદલે 6 મહિના પછી ઓપરેશન કરાવવાનુ નક્કી કર્યુ.

લિંડા જાણતી હતી કે તેનામાં એક ચિત્રકારની પ્રતિભા છે. તેથી આ છ મહિનામાં તેણે ઘણા ચિત્રો બનાવ્યા અને ઘણી કવિતાઓ લખી. એક કવિતા છોડીને તેની બધી કવિતાઓ પત્ર-પત્રિકાઓમાં છપાઈ. એક ચિત્ર છોડીને તેના બધા ચિત્રો પ્રદર્શનીમાં મૂકવામાં આવ્યા અને વેચાઈ ગયા.

છ મહિના પછી તેનુ ઓપરેશન થયુ. ઓપરેશન પહેલાની રાતે જ તેણે બધુ દાનમાં આપી દીધુ. તેણે પોતાની વસિયતમાં લખ્યુ કે તેના મૃત્યુ પછી તેના શરીરના બધા અંગો જેને જરૂર હોય તેને આપી દેવામાં આવે.

દુર્ભાગ્યવશ તેમનુ ઓપરેશન સફળ ન થયુ. તેમના મૃત્યુ પછી તેમની આંખો બેથેસ્ડા મેરીલેંડના આઈ બેંકમાં પહોંચી ગઈ. જ્યા એ આંખો સાઉથ કૈરોલિનાના એક માણસને લગાડી દેવામાં આવી. 28 વર્ષના આ યુવકને આખોની રોશની મળી ગઈ. તે યુવક એટલો વધુ કૃતજ્ઞ થઈ ગયો કે તેને આઈ બેંકને ઘન્યવાદ આપ્યો. આઈ બેંક અત્યાર સુધી 30,000 થી વધુ આંખો દાનમાં આપી ચૂક્યુ હતુ, પણ તેમને આભારની આ બીજી જ ચિઠ્ઠી મળી હતી.

આ સિવાય તે દાનદાતાના પરિવારનો પણ આભાર માનવા માંગતો હતો. તેણે વિચાર્યુ તે લોકો ઘણા સારા હશે જેમની છોકરીએ પોતાની આંખો દાનમાં આપી દીધી. તેમણે બ્રિટિશ પરિવારનુ સરનામુ લીધુ અને સ્ટેટન આઈલેંડ જઈને તેને મળવાનો નિર્ણય કરી લીધો. તે વગર કીધે ત્યાં પહોંચી ગયો અને દરવાજે ઘંટી વગાડી. જ્યારે તેણે પોતાનો પરિચય આપ્યો તો મિસેજ બ્રિટિશ તેને ભેટી પડી. તેણે તે યુવકને કહ્યુ - ' જો બેટા, તને વાંધો ન હોય તો હુ અને મારા પતિ આ સંડે તારી જોડે સમય વિતાવવા માંગીએ છીએ.

તે તૈયાર થઈ ગયો. જ્યારે તે લિંડાના રૂમમાં ગયો. તેણે જોયુ કે લિંડા પ્લેટોના પુસ્તકો વાંચતી હતી. તેણે પણ બ્રેલ લિપીમાં પ્લેટોની ચોપડીઓ વાચી હતી, તે હીંગલની ચોપડી વાંચતી હતી. તેને પણ બ્રેલમાં હીંગલના પુસ્તકો વાંચ્યા હતા.

બીજા દિવસે સવારે મિસેજ બ્રિટીશ તેને ધ્યાથી જોતા બોલી, 'મને લાગે છે કે મેં તમને પહેલા ક્યાંક જોયા છે, પણ મને સમજાતુ નથી કે મેં તમને ક્યા જોયા છે. એકદમ તેમને યાદ આવી ગયુ. તે ભાગીને ઉપરના માળે ગઈ અને લિંડાએ પેંટ કરેલું છેલ્લુ ચિત્ર કાઢ્યુ. તે લિંડાના જીવનની આદર્શ વ્યક્તિ હતી.

તે તસ્વીર હૂબહૂ એ જ યુવકની હતી, જેને લિંડાની આંખો મળી હતી.

પછી તેમણે લિંડાની કવિતા વાંચી, જે લિંડાએ છેલ્લી ઘડીએ લખી હતી. જેમાં લખ્યુ હતુ -

રાતે પસાર થતી વેળાએ
બે દિલ પ્રેમમાં પડ્યા, પણ
કદી એક બીજાને જોઈ ન શક્યા.