શનિવાર, 20 એપ્રિલ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. ગુજરાતી સાહિત્ય
  4. »
  5. ગુજરાતી વાર્તા
Written By નઇ દુનિયા|

સચિન-આશા પદ્મવિભુષણથી સન્માનિત

માધુરી દિક્ષિતને 10મી મેએ પદ્મશ્રી એવોર્ડથી સન્માનિત કરાશે

NDN.D

નવી દિલ્હી. માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકર અને સંગીત સમ્રાટ આશા ભોસલેને ગઇકાલે રાષ્ટ્રપતિ ભવનમાં પદ્મવિભૂષણથી સન્માનવામાં આવ્યા હતાં. જ્યારે આવતા શનિવારે પદ્મશ્રી પુરસ્કાર સમારોહ યોજાવાનો છે તેમાં વિતેલા જમાનાની મોટા પડદાની અભિનય સમ્રાજ્ઞી માધુરી દીક્ષિતને ભારત સરકાર તરફથી પદ્મશ્રીના ખિતાબથી નવાજવામાં આવશે.

માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરે આ ગઇકાલે પદ્મવિભૂષણ પુરસ્કાર સમારોહમાં જણાવ્યું હતું કે, તેઓને ઘણા સન્માન મળ્યા છે પરંતુ પદ્મવિભૂષણ એમના હ્રદયની સૌથી નજીક છે. "હું ખૂબજ ખુશ છું અને તે ખુશીને હું શબ્દોમાં ઢાળી નહીં શકું. સોમવારે અહીં દેશના રાષ્ટ્રપતિ પ્રતિભા પાટિલે એમને પદ્મવિભૂષણ પુરસ્કાર પ્રદાન કર્યું. આ પ્રસંગે સચિનની પત્ની ડો. અંજલી તેંડુલકર પણ હાજર રહી હતી. રાષ્ટ્રપતિ શ્રીમતી પ્રતિભા પાટિલે આ પ્રસંગે પ્લેબેક સિંગર આશા ભોસલેને પણ પદ્મવિભુષણ અને તૈરાક બુલા ચૌધરીને પદ્મશ્રીથી સન્માનિત કર્યા હતા.
IFMIFM

માધુરી દીક્ષિતની ભારતીય બોલિવૂડ ક્ષેત્રમાં આપેલી તેની નોંધપાત્ર પ્રશંસનીય અદાકારી ઉપલક્ષે આ ગૌરવ પ્રદાન કરવામાં આવનારું છે.

આ માસની આગામી 10મી તારીખે તેને આ પદ્મશ્રી એવોર્ડથી સન્માનિત કરાશે. માધુરી પોતાના સમગ્ર પરિવાર સાથે આ એવોર્ડ મેળવવા ફલોરિડાથી વિમાન માર્ગે ભારત આવશે. કોઇપણ ક્ષેત્રમાં વિશિષ્ટ સેવા પ્રદાન કરવા માટે ભારતીય વ્યકિતને આ એવોર્ડથી સન્માનિત કરવામાં આવે છે.

માધુરીએ ગયા નવેમ્બરમાં "આજા નચલે"થી બોલિવૂડમાં પુન:પ્રવેશ કર્યો હતો. ભારતીય સિનેમા સૃષ્ટિમાં માધુરી દીક્ષિત અગ્રગણ્ય અદાકારા છે, જે લોકોનું મનોરંજન પોતાના તરોતાજા અભિનયથી કરે છે. માધુરીની સરખામણી અન્ય કોઇ સાથે થઇ શકે તેમ નથી. ભારતીય સિને સૃષ્ટિની ઊજળી દૂધગંગામાં માધુરીને મધુબાળા અને મીનાકુમારીની હરોળમાં મૂકી શકાય તેમ છે.