શુક્રવાર, 29 માર્ચ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. ગુજરાતી રસોઈ
  4. »
  5. શાકાહારી વ્યંજન
Written By વેબ દુનિયા|

ક્રિસ્પી રાઈસ પકોડા-વધેલા ભાતના પકોડા

P.R
સામગ્રી - ભાત 1 કપ, ચણાનો લોટ 1/2 કપ, મોટી ડુંગળી 1, 1/2 કપ ઝીણા સમારેલા લીલા ધાણા, 2 લીલા મરચાં, 1/2 ટી સ્પૂન અજમો, 1/2 ટી સ્પૂન આદુ લસણનુ પેસ્ટ, મીઠુ સ્વાદમુજબ, તળવા માટે તેલ.

બનાવવાની રીત - સૌ પ્રથમ ડુંગળી અને લીલા મરચાંને ઝીણા સમારી લો. ભાતને થોડા મેશ કરી લો. હવે ભાત, બેસન, ડુંગળી, લીલા ધાણા, લીલા મરચાં, મીઠુ, અજમો, આદુ-લસણનું પેસ્ટ અને અડધો કપ પાણી નાખીને સારી રીતે મિક્સ કરી લો. એક કડાહીમાં તેલ ગરમ કરો. તેમાં ચોખાના મિશ્રણમાં પકોડા મધ્યમ તાપ પર સોનેરી તળી લો. આ પકોડાને થોડીવાર કોચન ટોવલ પર મૂકો, જેથી વધારાનુ તેલ નીકળી જાય. ગરમા ગરમ રાઈસ પકોડા ટામેટા સોસ સાથે સર્વ કરો.