ગુરુવાર, 18 એપ્રિલ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. ગુજરાતી રસોઇ
  3. શાકાહારી વ્યંજન
Written By મોનિકા સાહૂ|
Last Updated : ગુરુવાર, 13 એપ્રિલ 2017 (15:49 IST)

ગુજરાતી રેસીપી - ભાત-પરાંઠા

ઘણી વાર અમારા ઘરમાં ભોજન શેષ રહી જાય છે તો આજની મોંઘવારીમાં એને ફેંકવાના મન પણ નથી કરતા તો આવો આજે આપણે જાણીએ કે વધેલા ભાતને કેવી રીતે પ્રયોગ કરીએ.... 

 
ભરાવન માટે- 1 વાટકી વધેલા ભાત ,  1 ડુંગળી સમારેલી  , 1 ટમેટો , હળદર 1/4 ચમચી , આદું, મરી પાવડર , મીઠું સ્વાદપ્રમાણે, 1 ચમચી ગરમ મસાલા .  
 
રોટલી માટે- ઘઉંના લોટ 1 કપ , પાણી અને મીઠું 
 
* બનાવવાવી રીત - સર્વપ્રથમ એક કડાઈમાં જરાક તેલ નાખી એમાં ડુંગળી નાખો . ડુંગળી ગુલાબી રંગની થઈ જાય તો એમાં બારીક સમારેલા ટમેટા અને બધા મસાલા  નાખી શેકો. જ્યારે ટમેટા ગળી જાય તો એમાં ભાત નાખી એક મિશ્રણ તૈયાર કરીલો. ( ધ્યાન રાખો કે એમાં તેલ વધારે ન હોવા જોઈએ) 
 
* હવે રોટલી માટે લોટ બાંધી લો. પછી એના 8-10 લૂઆ કરી . એક રોટલી વળો એના વચ્ચે એ ભરાવન નાખો અને તેને પેક કર્યા પછી પરાંઠાની જેમ વળી લો. હવે એને ગરમ તવા પર બન્ને તરફ તેલ લગાવીને સોનેરી થાય ત્યાં સુધી શેકો. 
 
તૈયાર છે તમારા ભાત-પરાંઠા