ગુજરાતી વાનગી - પનીર ટિક્કા રૂમાલી
સામગ્રી - 350 ગ્રામ કાપેલું પનીર(ચાર ઇંચ લાંબા અને 1/8ની સાઇઝના ટૂકડાં), તેલ.ફિલિંગ - અડધો કપ કોથમરી અને ફુદીનાની ઘટ્ટ ચટણી, અડધો કપ પીસેલા બાફેલા વટાણા, અડધો કપ બાફેલા ફ્રેન્ચ બીન્સ, 1/4 કપ બાફીને મેશ કરેલા મકાઇના દાણાં.સીઝનિંગ - અડધી ચમચી ચાટ મસાલો, 1/4 ચમચી આમચુર પાવડર, 1/4 ચમચી સફેદ મરીનો પાવડર, સ્વાદ અનુસાર મીઠું.ગાર્નિશિંગ - કચુંબર સેલેડ. બનાવવાની રીત - પનીર ટૂકડામાં ન કાપેલા હોય તો કાપી લો. -
એક વાટકામાં કોથમીર અને ફુદીનાની ચટણી નાંખો અને તેમાં વટાણા, બીન્સ અને મકાઇના દાણા મિક્સ કરો. -
સીઝનિંગ માટે બધા મસાલાને નાંખીને મિક્સ કરો. -
હવે સીઝનિંગને ચાકુની મદદથી પનીરના ટૂકડાં પર લગાવો. -
એક બાજુથી પનીરને અંદરની તરફ રોલ કરવાનું શરૂ કરો. -
પનીર રોલને થોડું તેલ છાંટીને પાંચથી દસ મિનિટ સુધી ગ્રિલ કરો અને ધીમે-ધીમે ફેરવો. -
પનીર સામાન્ય ભૂરા રંગનું થાય ત્યાંસુધી ગ્રિલ કરો જેનાથી તે ક્રિસ્પી થાય અને કચુંબર સેલેડ સાથે ગરમાગરમ સર્વ કરો.