ગુરુવાર, 28 માર્ચ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. ગુજરાતી રસોઇ
  3. શાકાહારી વ્યંજન
Written By
Last Updated : ગુરુવાર, 25 મે 2017 (14:03 IST)

ગુજરાતી વાનગી- સ્વાદિષ્ટ ચણા દાળના પરોઠા

સામગ્રી - મેદો 500 ગ્રામ, 200 ગ્રામ તેલ, 1-2 ટી સ્પૂન ધાણાજીરુ, 250 ગ્રામ ચણાની દાલ 6 કલાક સુધી પલાળી રાખો, 12 ટી સ્પૂન ગરમ મસાલો.  મીઠુ અને લાલ મરચાંનો પાવડર સ્વાદમુજબ. 
 
બનાવવાની રીત - મેદામાં મીઠુ બે ચમચી તેલ અને પાણી નાખી નરમ લોટ બાંધી લો. પછી પ્રેસર કૂકરમાં એક ગ્લાસ પાણી નાખી ચણાની દાળને એક સીટી વગાડી લો. પાણી કાઢીને આ બાફેલી દાળ મિક્સરમાં વાટી લો. 
 
એક કડાહીમાં બે ચમચી તેલ નાખી તેને ગરમ કરો. દાળના મિશ્રણને તેમા નાખીને ત્રણ ચાર મિનિટ થવા દો. બધા મસાલા પણ નાખી દો. 
 
મિશ્રણને ઠંડુ થવા દો. જ્યારે મિશ્રણ ઠંડુ થાય ત્યારે મેંદાના લૂઆમાં ભરીને તેને પાપડ જેવા પાતળા વણી લો અને હવે સેકી લો. પરાંઠા મુલાયમ રહે એ માટે તેમા પીરસવાના એક કલાક પહેલા બનાવો.