ગુરુવાર, 18 એપ્રિલ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. ગુજરાતી રસોઇ
  3. શાકાહારી વ્યંજન
Written By

થોડીક ટીપ્સથી સ્વાદ વધારો

- કોઇ પણ દાળને બાફતી વખતે જ તેમાં હળદર નાખી દેવાથી તેનો સ્વાદ જ કંઇ ઓર આવશે. 

- ઢોંસા કે ઇડલીના સંભારને ઘટ્ટ બનાવવા તેમાં થોડો કોર્નફલોર ભેળવી દો. સંભાર ઘટ્ટ બનવા સાથે સ્વાદિષ્ટ પણ લાગશે.

- રાયતું બનાવતી વખતે તેમાં એક ચમચો ક્રીમ કે મલાઇ નાખવાથી રાયતું વધારે સ્વાદિષ્ટ લાગશે.

- ભેળમાં સેવ કે પાપડીને બદલે ક્યારેક કોર્નફ્લેક્સ નાખવાથી તે વધારે સ્વાદિષ્ટ લાગે છે.