બુધવાર, 24 એપ્રિલ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. ગુજરાતી રસોઈ
  4. »
  5. શાકાહારી વ્યંજન
Written By
Last Modified: શુક્રવાર, 9 મે 2014 (13:50 IST)

પાલકની રોટલી

સામગ્રી- લોટ -2 ,લાલ કોળું છીણેલું 100 ગ્રામ,પાલક બાફેલું - 200 ગ્રામ,સમારેલાં લીલાં મરચાં 2-3,અજમો 1 ચમચી, ચાટ મસાલો 1 ચમચી, લાલ મરચાંનો પાઉડર 1/2 ચમચી ,મીઠું સ્વાદપ્રમાણે તેલ સેકવા માટે 
 
 
બનાવવાની રીત-એક બાઉલમાં ઘઉનો લોટ, કોળું, પાલક, સમારેલાં લીલાં મરચાં, અજમો, ચાટ મસાલો, લાલ મરચાંનો પાઉડર, મીઠું નાખી મિકસ કરો . હવે એમાં જરૂર પ્રમાણે પાણી નાખી લોટ બાંધી લો. એને કાપડથી ઢાંકી 10-15 મિનિટ સુધી રાખો.લોટની ગોળા બનાવી થોડું સૂકો લોટ લગાવી રોટીની જેમ વળી લો. એક નાન સ્ટિક તવો ગરમ કરી તેના પર આ રોટલી તેલ લગાવી સેકો. પલટીને સેકો જ્યારે બન્ને તરફ બરાબર બ્રાઉન થઈ જાય તો ઉતારી લો . આ રીતે બધી રોટલી તૈયાર કરી લો.  આ રોટલી તમે દહી કે અથાણાં સાથે સર્વ કરી શકો છો.