બનાવવાની રીત : સૌથી પહેલા પાસ્તાને ગરમ પાણીમાં થોડું મીઠું નાંખી નરમ થાય ત્યાંસુધી ઉકાળો. જ્યારે ઉકળી જાય ત્યારે તેનું પાણી કાઢી તેમાં થોડું તેલ નાંખી બાજુએ મૂકી દો. બાદમાં ફ્રાઇંગ પેનને થોડું તેલ નાંખી ચીકણી કરી તેમાં પાસ્તા અને બધા મસાલા નાંખી મિક્સ કરો. હવે તેમાં ઉકાળેલા ચણા, ઉકાળીને કાપેલા બટાકા, કાપેલી કોથમીર, લીલા મરચાં મિક્સ કરો. દહીં, સૂંઠ અને ચટણી નાંખી ચટપટી પાસ્તા ડિશ સર્વ કરો.