ગુરુવાર, 18 એપ્રિલ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. ગુજરાતી રસોઈ
  4. »
  5. શાકાહારી વ્યંજન
Written By વેબ દુનિયા|

ફ્રેંચ સેંડવિચ

સામગ્રી : સેન્ડવીચ માટે - 1 મોટા આકારની ડબલ રોટી, 100 ગ્રામ ચીઝ, 250 ગ્રામ કાકડી, 250 ગ્રામ ટામેટા, કોથમીરના પાંદડા, ટોમેટો સૉસ અથવા ટામેટા અને કોથમીરની ચટણી.
P.R


ટામેટા-કોથમીરની ચટણી માટે - 2 મોટા આકારના ટામેટા, એક ગડી લીલી કોથમીર, જરૂરિયા અનુસાર મીઠું અને સ્વાદ અનુસાર લસણ.

બનાવવાની રીત : ચટણી માટે - ટામેટાંમાં બાફીને તેની છાલ કાઢી લો. કોથમીરના પાંદડા સાફ કરો. લસણને છોલી લો. ગ્રાઇન્ડરમાં ટામેટાં, કોથમીર, લસણ અને મીઠું નાંખી ક્રશ કરો. તૈયાર છે ચટણી.

ફ્રેન્ચ સેન્ડવિચ માટે - ટામેટાં, કાકડીની સ્લાઇસ કાપી લો. બ્રેડની એક સ્લાઇસ પર ટામેટાંની ચટણી સ્પ્રેડ કરો. આના પર ટામેટાં અને કાકડીની સ્લાઇસ પાથરો. ઉપરથી બારીકે કાપેલી કોથમીર છાંટો. તેના ઉપર ડબલ રોટીની સ્લાઇસ મૂકો. હવે તેના પર ચીઝની પાતળી સ્લાઇસ મૂકી ડબલ રોટીની બીજી સ્લાઇસ મૂકો. હવે તેના પર ટોમેટો સૉસ કે તૈયાર કરેલી ચટણી લગાવો. આ રીતે 4થી 6 સ્લાઇસ કરીને ખાઓ.