શુક્રવાર, 29 માર્ચ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. ગુજરાતી રસોઈ
  4. »
  5. શાકાહારી વ્યંજન
Written By
Last Modified: સોમવાર, 28 એપ્રિલ 2014 (16:25 IST)

બેસન કોકોનટ ખાંડવી

સામગ્રી- ચણા નો લોટ- 2 વાટકી, દહી- 1 વાટકી, હળદર- 1/4 ચમચી, મીઠું સ્વાદ્પ્રમાણે, આદુંપેસ્ટ 1/4 ચમચી, સમારેલુ કોથમીર, લીમડો-7-8, હીંગ- ચપટી, નારિયેળ -2 ચમચી છીણેલું,  સરસિયાનું તેલ એક ચમચી, સમારેલા લીલા મરચા   
 
બનાવવાની રીત- સૌથી પહેલા દહીને ફેટી તેમાં ચણાનો લોટ પ્રમાણે પાણી મિક્સ કરો. પછી એમાં હળદર,મીઠું સ્વાદ્પ્રમાણે, આદુંપેસ્ટ  નાખી ખીરુ બનાવી લો. 
 
હવે એક પેનમાં થોડું તેલ લગાવી તેમા આ ખીરુ નાખી 9-10 મિનિટ સુધી સીઝવા દો.. જ્યારે થઈ જાય ત્યારે ખીરુ કડાહીમાંથી બાહર કાઢો. ધ્યાન રાખો કે ખીરુ વધારે ઘટ્ટ ના થાય. નહિતર પાતળી પરત નહી બને. 
 
  થાળીમાં તેલ લગાવી આ મિશ્રણને સારી રીતે પાતળુ ફેલાવી દો . પછી છરીથી લાંબા કાપ કરો . 7-8 મિનિટ પછી આ મિશ્રણ ઠંડુ થાય તો એમાં છીણેલુ નારિયેળ,લીલા મરચાનુ પેસ્ટ અને સેકેલા તલ મિક્સ કરી એના પર ફેલાવી દો . કાપેલી પટ્ટીનો રોલ બનાવી એક ડિશમાં મુકો હવે પૈનમાં તેલ ગર્મ કરી સરસિયાના તેલનો વઘાર કરી લીમડો નાખી રોલ ઉપર ફેલાવી દો.  સમારેલી કોથમીર ભભરાવી સર્વ કરો.