ગુરુવાર, 28 માર્ચ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. ગુજરાતી રસોઇ
  3. શાકાહારી વ્યંજન
Written By

મટર પનીર કચોરી

સામગ્રી  - મેંદો અઢી કપ, બેકિંગ પાવડર 1 ચપટી, ઘી અઢી ચમચી,પનીર 250 ગ્રામ, લીલા વટાણા 200 ગ્રામ, સમારેલો આદુ 2 ચમચી, લીલા મરચા સમારેલા એક મોટી ચમચી, ડુંગળી 2 મોટી, મીઠુ અને લાલ મરચુ જરૂર મુજબ. તળવા માટે તેલ.

બનાવવાની રીત - ડુંગળીને લાંબી કાપીને એક મોટી ચમચી તેલમાં સોનેરી તળી લો. વટાણામાં અડધી નાની ચમચી મીઠુ અને લાલ મરચુ નાખીને પાણીના છાંટા આપી પલાળી દો. હવે પનીરના ટુકડા નાખો અને મિક્સ કરી સારી રીતે સેકો. મિશ્રણ સુકુ થવા દો. તેમા આદુ, લીલા મરચા નાખી સેકો. હવે ગેસ પરથી ઉતારી લો.

મેંદો, બેકિંગ પાવડર અને મીઠાને એક સાથે ચાળી લો. પછી મોણનુ ઘી નાખીને સારી રીતે મસળો. કુણા પાણીથી લોટ બાંધી લો. આ લોટની લોઈ બનાવી વચ્ચેથી દબાવો અને ભરાવણ સારી રીતે ભરો. પછી વેલણથી થોડી વણીને કચોરીને ગરમ તેલમાં સોનેરી તળી લો. આમલીની ચટણી સાથે ગરમા ગરમ સર્વ કરો.