શુક્રવાર, 19 એપ્રિલ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. ગુજરાતી રસોઈ
  4. »
  5. શાકાહારી વ્યંજન
Written By વેબ દુનિયા|

મશરૂમ પુલાવ

P.R
સામગ્રી - 2 કપ ચોખા, 3 ડુંગળી, 200 ગ્રામ મશરૂમ, 200 ગ્રામ પનીર, 2 કેપ્સિકમ, 5 ફ્લાવરના ટૂકડાં, 4 લવિંગ, 2 તજ, 2 તમાલપત્ર, 6 ચમચી ઘી, 2 ચમચી મીઠું.

બનાવવાની રીત - અડધા કલાક માટે ચોખાને પલાળી રાખો અને તે બફાય ત્યાંસુધી ઉકાળો. અલગથી ડુંગળી, ફ્લાવર, મશરૂમ અને પનીરના નાના ટૂકડાં કરો. એક કઢાઈ લો અને તેમાં ઘી ગરમ કરી પનીરને તળો. હવે તેને કાઢીને બાજુમાં મૂકો અને કઢાઈના ઘીમાં ડુંગળી ગુલાબી રંગની થાય ત્યાંસુધી તળો. ત્યારપછી તેમાં લવિંગ, તજ, તમાલપત્ર અને મશરૂમ નાંખીને થોડીવાર માટે તળો. હવે તેમાં કેપ્સિકમ, ફ્લાવર, મીઠું, પનીર અને થોડું પાણી નાંખી ધીમી આંચે રંધાવા દો. જ્યારે શાકભાજી સારી રીતે બફાઇ જાય ત્યારે કઢાઈને ગેસ પરથી ઉતારી લો.