ગુરુવાર, 28 માર્ચ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. ગુજરાતી રસોઈ
  4. »
  5. શાકાહારી વ્યંજન
Written By કલ્યાણી દેશમુખ|

મહારાષ્ટ્રીયન ભાખરવડી

P.R
સામગ્રી - 1 મોટી ચમચી મકાઈનો લોટ, 2 વાડકી બેસન, 1/2 વાડકી રવો.

ભરાવન માટે સામગ્રી - 1 ક્પ સૂકા કોપરાનું છીણ, 1/2 કપ સેકેલા તલ, 7-8 લીલાં મરચાં, 1 ટુકડો આદુનુ પેસ્ટ, 50 ગ્રામ લસણ લાંબુ કાપેલુ, ઝીણા સમારેલા લીલાં ધાણા 1 કપ, 3 ચમચી ખસખસ સેકેલી, ગરમ મસાલો દોઢ ચમચી,મીઠુ સ્વાદ મુજબ, તળવા માટે તેલ.

વિધિ - સૌ પહેલાં બેસનમાં મકાઈનો લોટ, રવો, મીઠુ નાખીને ગરમ પાણીથી લોટ બાંધી લો. અને 10 મિનિટ સુધી કપડાંથી ઢાંકી મુકો.

ભરાવન માટે મસાલો - સૌ પહેલા કડાહીમાં થોડુંક તેલ ગરમ કરી, તેમા મરચા, લસણ અને આદુનું પેસ્ટ નાખો, બે મિનિટ સુધી ધીમા ગેસ પર હલાવતા રહો. તેમા ખોપરું, ખસખસ, તલ, અને મીઠું તેમજ ગરમ મસાલો નાખી સારી રીતે મિક્સ કરો. પાંચ મિનિટ પછી ઉતારી તેને ઠંડુ કરો. હવે આમાં સમારેલાં ધાણા નાખી દો.

બાંધેલા લોટાના મોટા લૂઆ બનાવી તેને રોટલી વણો. આ રોટલી પર ભરાવનની એક પરત બનાવો. હવે આનો ગોલ રોલ બનાવતા જાવ અને દબાવતા જાવ. તેના કાપાં પાડી સારી રીતે ગરમ થયેલાં તેલમાં હાથ વડે દબાવીને તળી લો.