શનિવાર, 20 એપ્રિલ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. ગુજરાતી રસોઈ
  4. »
  5. શાકાહારી વ્યંજન
Written By વેબ દુનિયા|

સાઉથ ઈંડિયન રેસીપી - સ્પાઈસી ટોમેટો રાઈસ

P.R
સામગ્રી - 2 કપ ચોખા, 2 બારીક કાપેલી ડુંગળી, 2 બારીક સમારેલા ટામેટા, 3-4 કાપેલા લીલા મરચાં, 1 તજ, 2 લવિંગ, 1 ચમચી લાલ મરચું પાવડર, 1 ચમચી ગરમ મસાલો, 1 ચમચી જીરું, 1 તમાલ પત્ર, 2 સૂકુ લાલ મરચું, સ્વાદ અનુસાર મીઠું, 2 ચમચી તેલ, 2 ચમચી કોથમીર.

બનાવવાની રીત - ચોખાને બાફી લો અને ઠંડા થવા મૂકી દો. પછી ફ્રાઇંગ પેનમાં તેલ ગરમ કરો અને તેમાં જીરું, તમાલ પત્ર, સૂકું લાલ મરચું નાંખો. ત્યારબાદ તેમાં લવિંગ અને તજ નાંખો.

પછી ડુંગળી અને કેપ્સિકમ મરચું નાંખો અને મધ્યમ આંચે રંધાવા દો. ત્યારબાદ લસણ પેસ્ટ, ટામેટા, લીલા મરચાં અને મીઠું નાંખી 2 મિનિટ સુધી હલકી આંચે રાંધો.

હવે લાલ મરચું પાવડર, ગરમ મસાલો મિક્સ કરો અને પછી બાફેલા ચોખા નાંખી સામાન્ય આંચ પર એક મિનિટ સુધી રાંધો. આને સારી રીતે મિક્સ કરો જેથી બધા શાકભાજીમાં ચોખા મિક્સ થઇ જાય.

તો તૈયાર છે તમારા ટોમેટો રાઇસ, તેને ઉપરથી કોથમીરથી ગાર્નિશ કરી સર્વ કરો.