શુક્રવાર, 19 એપ્રિલ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. ગુજરાતી રસોઈ
  4. »
  5. શાકાહારી વ્યંજન
Written By વેબ દુનિયા|

સ્વાદિષ્ટ રસોઈ - બૂંદીની કઢી

સામગ્રી - 200 ગ્રામ ચણાનો લોટ, 400 ગ્રામ દહીં, અડધી ચમચી જીરું, અડધી નાની ચમચી મેથીના દાણાં, 2 ચપટી હિંગ. 2-3 બારીક કાપેલા લીલી મરચાં, 1 નાનો આદુંનો ટૂકડો, અડધી ચમચી હળદર, પા ચચમી લાલ મરચું પાવડર, સ્વાદ અનુસાર મીઠું, લીલી કોથમીર અને બુંદી માટે તેલ
P.R

બનાવવાની રીત - ચણાના લોટને ચાળી તેમાં પાણી નાંખી ભજિયા તળવા માટે તૈયાર કરાતા મિશ્રણ જેવું મિશ્રણ તૈયાર કરો. આ મિશ્રણને બે ભાગમાં વહેંચી દો.

બીજી તરફ દહીં ફેંટો અને તેમાં ચણાના લોટના મિશ્રણનો એક ભાગ નાંખો અને તેમાં 1.2 લીટર પાણી મિક્સ કરી કઢી માટેનું મિશ્રણ તૈયાર કરો.

વધેલા ચણાના લોટને સારી રીતે ફેંટો. બુંદી તળવા માટે તેલ ગરમ મૂકો. બુંદી પાડવાના મશીનમાં લોટ ભરી બુંદી તળી લો. તળીને પ્લેટમાં કાઢીને મૂકો.

કઢી બનાવવા માટે - બુંદી તળેલી કઢાઈમાં 1-2 ચમચા તેલ છોડીને બધું કાઢી લો. તેલને ગરમ કરો. ગરમ તેલમાં જીરું અને મેથી નાંખો. તે બ્રાઉન કલરના થાય એટલે હિંગ, લીલા મરચાં, આદું અને હળદર પાવડર નાંખી કઢી માટે તૈયાર કરવામાં આવેલું ચણાના લોટનું મિશ્રણ નાંખી ગેસની તેજ આંચે રંધાવા દો. કઢીને હલાવતા રહો. જ્યાંસુધી તેમાં ઉભરો ન આવે ત્યાંસુધી ગેસની આંચ ચાલુ રાખો. હવે આંચ ધીમી કરી દો. કઢીમાં મીઠું અને મરચું નાંખો. ત્યારબાદ પણ તેને 12-15 મિનિટ ઉકળવા દો. હવે કઢીમાં બુંદી નાંખો અને 2 મિનિટ સુધી ધીમી આંચે રાંધી ગેસની આંચ બંધ કરી ઉપરથી કાપેલી કોથમીરથી ગાર્નિશ કરો.

ભાત, રોટલી, પરોઠા કે પુરી સાથે તમે બુંદીની કઢી આરોગી શકો છો.