શનિવાર, 20 એપ્રિલ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. ગુજરાતી રસોઈ
  4. »
  5. શાકાહારી વ્યંજન
Written By વેબ દુનિયા|

હૈદરાબાદી દિવાની

P.R
સામગ્રી:3 બટાટા
10-12 ફણસી
1 કપ વાલના દાણા
3 ગાજર
1/2 કપ લીલા વટાણા
6 નાના રિંગણ
1 જૂડી મેથીના પાન
3 ડુંગળી
1 ટીસ્પૂન આદુની પેસ્ટ
1 ટીસ્પૂન લસણની પેસ્ટ
1 ટીસ્પૂન લાલ મરચાંનો પાવડર
1/2 ટીસ્પૂન હળદર
સ્વાદ અનુસાર મીઠુ
1/2 કપ તેલ
1 ટેબલસ્પૂન લીલા ધાણા
6 લીલા મરચાં


રીત: - પહેલા બટાટા, ફણસી અને વાલના દાણાને ધોઈ લો. બટાટા અને ફણસીને નાના ટુકડામાં સમારી લો.
- નાના રિંગણને ધોઈને તેની ડાંડલી દૂર કરો, પછી વચ્ચેથી બે ભાગમાં ઊભા કાપી લો.
- મેથીની ભાજીને પણ ધોઈને ઝીણી સમારી લો. લીલા ધાણાને પણ ધોઈની ઝીણા સમારી લો.
- ડુંગળીને સ્લાઈસમાં સમારી લો. લીલા મરચાંના બીજ કાઢીને તેને પણ સમારી લો.
- એક વાસણ અથવા તો હાંડીમાં તેલ ગરમ કરો અને તેમાં ડુંગળી ઉમેરીને બ્રાઉન રંગની થાય ત્યા સુધી સાંતળો.
- હવે તેમાં આદુ-લસણની પેસ્ટ ઉમેરીને વધુ એક મિનીટ સુધી હલાવો.
- તેમાં મીઠુ, લાલ મરચાંનો પાવડર અને હળદર ઉમેરો.
- ત્યાર બાદ તેમાં મેથીની ભાજી ઉમેરીને 3-4 મિનીટ સુધી પાકવા દો.
- હવે તેમાં સમારેલા શાકભાજી ઉમેરીને બરાબર હલાવો.
- તેમાં એક કપ પાણી રેડીને શાકભાજી ચઢે ત્યા સુધી પાકવા દો.
- જ્યારે શાકભાજી 3/4 ભાગના પાકી જાય ત્યારે તેમાં લીલા ધાણા અને લીલા મરચાં ઉમેરો.
- પાણી બળી ન જાય ત્યા સુધી પકાવો.