ઓઈલ ફ્રી મેંગો પિકલ

નઇ દુનિયા|

N.D
સામગ્રી - 1 કિલો કેરી, 1 કપ ખાંડ, 1 ટેબલ સ્પૂન સેકેલુ જીરુ, 1 ટેબલ સ્પૂન વાટેલા કાળા મરી, 2 ટેબલ સ્પૂન લાલ મરચું, 1 ટેબલ સ્પૂન દળેલી હળદર, 5-6 ટેબલ સ્પૂન મીઠુ.

બનાવવાની રીત - સૌ પ્રથમ કેરીને છોલીને ટુકડા કરી લો. આ ટુકડામાં મીઠુ અને હળદર મિક્સ કરીને આખો દિવસ રાખી મુકો. બીજા દિવસે તેમા ખાંડ મિક્સ કરીને આખો દિવસ તડકામાં મુકો. આને રોજ હલાવો. જ્યારે ખાંડ ઓગળી જાય ત્યારે મસાલા નાખીને 1-2 દિવસ તાપ બતાવો. કેરીનુ તેલ વગરનુ આ અથાણું ખાવામાં સ્વાદિષ્ટ લાગે છે.


આ પણ વાંચો :