શુક્રવાર, 29 માર્ચ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. ગુજરાતી રસોઇ
  3. શાકાહારી વ્યંજન
Written By
Last Updated : બુધવાર, 15 જૂન 2016 (16:40 IST)

રેસીપી - ચીલી ઈડલી

ઈડલી બનાવવા માટે સામગ્રી - 1 કપ રવો, અડધો કપ દહી, 1 મોટી ચમચી બેકિંગ સોડા, સ્વાદમુજબ મીઠુ, 1 નાની ચમચી તેલ, એક ચોથાઈ કપ પાણી , એક મોટી ચમચી માખણ, 1 ચોથાઈ કપ પાણી, 
 
ગ્રેવી બનાવવા માટે સામગ્રી - 1 ચમચી તેલ, 1 ચમચી લસણનું પેસ્ટ, અડધો ઈંચ આદુ ઝીણો સમારેલો, 2-3 લીલા મરચા બીજ કાઢીને સમારેલા, 3 નાની લીલી ડુંગળી ઝીણી સમારેલી  અડધો કપ પીળી અને ગ્રીન શિમલા મરચુ ઝીણુ સમારેલુ. 2 મોટી ચમચી સોયા સોસ., 1/4 ચમચી ખાંડ. સ્વાદમુજબ મીઠુ. 2 મોટી ચમચી કોર્નફ્લોર 2 ચમચી પાણીમાં મિક્સ કરેલો. 

 
આગળ જુઓ ચિલી ઈડલી બનાવવાની રીત ..... 
 
 

બનાવવાની રીત - એક બાઉલમાં રવો, દહીં, બેકિંગ સોડા, મીઠુ, તેલ અને પાણી નાખો અને સારી રીતે મિક્સ કરીને ઈડલીનુ ખીરુ તૈયાર કરી લો. તમે આ મિશ્રણ મિક્સરમાં પણ કરી શકો છો.  હવે 3 નાની વાડકીમાં ચિકાશ લગાવીને તેમા ઈડલીનુ ખીરુ નાખો. 
 
- ત્યારબાદ એક કડાહીમાં 3 કપ પાણી નાખીને તેમા આ વાડકી મુકો અને તેજ તાપ પર ઢાંકીને થવા દો. તેમા 10-12 મિનિટ લાગશે.  ગેસ બંધ કરી દો અને ઠંડુ થયા પછી ઈડલીને વાડકીમાંથી કાઢીને લાંબી લાંબી કાપી લો. 
- એક ફ્રાઈ પેનમાં માખણ ગરમ કરો અને તેમા ઈડલી ફ્રાય કરી લો. 
 
- હવે એક બીજા ફ્રાઈ પેનમાં તેલ નાખીને ધીમા તાપ પર ગરમ થવા દો. જ્યારે તેલ ગરમ થાય ત્યારે તેમા લસણ આદુ અને લીલા મરચા નાખીને સોનેરી થવા દો.  ત્યારબાદ લીલી ડુંગળી અને શિમલા મરચુ નાખીને 4-5 મિનિટ થતા સુધી સાંતળો.  હવે તેમા સોયા સોસ, ખાંડ, કાળા મરીનો પાવડર, કોર્ન ફ્લોર ખીરુ અને ઈડલી નાખીને 2-3 મિનિટ થવા દો.  ચિલી ઈડલી તૈયાર છે. 
 
આને સર્વિગ બાઉલમાં કાઢીને ગરમાગરમ સર્વ કરો.