શુક્રવાર, 29 માર્ચ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. ગુજરાતી રસોઇ
  3. શાકાહારી વ્યંજન
Written By

આમળાનું અથાણું

સામગ્રી- લીલા આમળા 1 કિલો, બદામ 100 ગ્રામ, મીઠું સ્વાદમુજબ, લાલ મરચું અડધી ચમચી, આદુ 50 ગ્રામ, ડુંગળી સરસિયાનું તેલ જરૂર મુજબ.


બનાવવાની રીત  - આમળાને સાફ કરી તેમા છરીથી ચીરા લગાવી લો, જેથી તેની અંદર મસાલો ભરી શકાય. ત્યારબાદ બધી વસ્તુઓ વાટીને મસાલો તૈયાર કરો. અને આમળામાં નાખી દો. પછી સરસિયાનું તેલ સારી રીતે તપાવી તેની વરાળ નીકળી જાય ત્યાં સુધી ઠંડુ થવા દો. હવે તેમાં આમળા નાખી ફરી ગેસ પર મુકો. જ્યારે બધા આમળા સારી રીતે સેકાય, ત્યારે તેને ઢાંકી દો અને થોડી વાર પછી ઉતારી લો. ખૂબ જ સ્વાદિષ્ટ અથાણું તૈયાર થઈ જશે. હવે આને કાંચના બરણીમાં ભરી દો, અને ઉપયોગમાં લો.

નોંધ - આ અથાણું પાચન ક્રિયા વધારે છે. ભૂખ લાગે છે અને શરીરની આળસને દૂર કરે છે.