શનિવાર, 20 એપ્રિલ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. ગુજરાતી રસોઈ
  4. »
  5. શાકાહારી વ્યંજન
Written By નઇ દુનિયા|

આલૂ કોર્ન કરી

N.D
સામગ્રી - બાફેલા બટાકા 2 મોટા.બાફેલા મકાઈના દાણાં એક કપ, તેલ 2 ટેબલ સ્પૂન, માખણ 2 ટેબલ સ્પૂન, ઝીણી સમારેલી ડુંગળી 3 ટેબલ સ્પૂન
ઝીણા સમારેલા લીલા મરચાં એક ટી સ્પૂન, મેંદો દોઢ ટેબલ સ્પૂન, દૂધ દોઢ કપ, ટોમેટો કેચપ 3 ટેબલ સ્પૂન, લાલ મરચાનો પાવડર 1 ટી સ્પૂન
મીઠુ-ખાંડ સ્વાદમુજબ , ક્રીમ કે મલાઈ 2 ટેબલ સ્પૂન, લીલા ધાણા કાપેલા અડધો કપ, છીણેલું ચીઝ ચાર ટેબલ સ્પૂન

બનાવવાની રીત - બટાકાને છોલીને તેને મોટા ટુકડામાં કાપો, તેલ ગરમ કરી તેમાં આ ટુકડા નાખીને લાલ થતા સુધી સેકો. માખણને ગરમ કરીને તેમાં ડુંગળી નરમ થતા સુધી સેકો. પછી તેમા મેદો નાખીને વધુ થોડુ સેકો અને દૂધ નાખીને ચમચી વડે સતત હલાવીને ધટ્ટ થતા સુધી થવા દો. પછી તેમા ટોમેટો કેચપ, કાળામરીનો પાવડર, મીઠું, ખાંડ અને ક્રીમ નાખીને થોડી વાર રહેવા દો. હફે તળેલા બટાકા અને મકાઈના દાણા નાખીને કરીને થોડીવાર થવા દો. પછી લીલા ધાણા અને ચીઝથી સજાવીને પરોસો.