ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. ગુજરાતી રસોઈ
  4. »
  5. શાકાહારી વ્યંજન
Written By વેબ દુનિયા|

કાજુ મઠરી

N.D
સામગ્રી - 250 ગ્રામ મેંદો, 100 ગ્રામ કાજુ, 50 ગ્રામ ચણાનો લોટ, 1 નાની ચમચી અજમો, 1/2 ચમચી કકરી વાટેલી મરી, મીઠુ સ્વાદ મુજબ, 1 મોટી ચમચી ઘી, મેંદો બાંધવા માટે ઉનું દૂધ, તળવા માટે ઘી

વિધિ - કાજુને ઘી વગર સેકીને વાટી લો. મેંદામાં કાજુ, ચણાનો લોટ, મસાલો અને મોણ નાખીને દૂધથી કઠણ લોટ બાંધી લો.

ભીનાં કપડાંથી ઢાંકીને અડધો કલાક મૂકી રાખો. નાની-નાની મઠરી વણી લો અને કાંટા વડે ઉપર 4-6 કાણાં પાડી લો. ઘી ગરમ કરી મઠરીઓને સોનેરી તળી લો. સ્વાદિષ્ટ કાજુ મઠરી તૈયાર છે.