બુધવાર, 24 એપ્રિલ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. ગુજરાતી રસોઈ
  4. »
  5. શાકાહારી વ્યંજન
Written By નઇ દુનિયા|

કોર્ન પકોડા વિથ પનીર

N.D
સામગ્રી - 1 વાડકી મકાઈના તાજા દાણા, 1/2 વાડકી પનીર છીણેલુ, 1/4 વાડકી બેસન, 1 ઈંચ આદુનો ટુકડો, 4 લીલા મરચા, 1 ઝુડી ધાણાની, 1/2 ટી સ્પૂન સેકેલો જીરા પાવડર, 1 ટી સ્પૂન લેમન જ્યૂસ, 1 ટી સ્પૂન ખાંડ, મીઠુ સ્વાદમુજબ, તળવા માટે તેલ.

બનાવવાની રીત - મકાઈના દાણાને ઉકાળી અધકચરા વાટી લો. પનીર અને બેસન મિક્સ કરી તેમા બાકીની બધી સામગ્રી નાખીને ઘટ્ટ ખીરુ બનાવી લો. કઢાઈમાં તેલ ગરમ કરી ગોળ ગોળ પકોડા તળો. વાડકીથી પકોડાને થોડા દબાવી ફરીથી તળીને પેપર પર મૂકો. એકસ્ટ્રા તેલ નીકળી જશે અને પકોડા ક્રિસ્પી બનશે. ગરમા ગરમ પકોડા સોસની સાથે સર્વ કરો.