શનિવાર, 20 એપ્રિલ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. ગુજરાતી રસોઈ
  4. »
  5. શાકાહારી વ્યંજન
Written By કલ્યાણી દેશમુખ|

ગુજરાતી ઢોકળા

સામગ્રીઃ બે વાટકી સાદા ચોખા, એક વાટકી બાફેલા(બાફ્યા) ચોખા. એક વાટકી અડદની દાળ, બે ચમચી તેલ, અડધી ચમચી રાઇ. છાસ.

રીત - અડદની દાળ અને બંને ચોખામાં (દાળ અને ચોખા ડૂબે તેટલું) પાણી નાખી આગલી રાત્રે રાખી મુકો. સવારે તેમાંથી પાણી કાઢીને દાળ તથા ચોખાને વાટીને મિશ્રણ તૈયાર કરો. તૈયાર મિશ્રણમાં જરૂરી છાસ નાખીને તૈયાર ઢોકળાનાં ખીરાને સાત થી આઠ કલાક માટે રાખી મૂકો. બાદ તેમાં સ્‍વાદ પ્રમાણે મીઠું નાખીને સારી રીતે હલાવી લો, ઢોકળાના પાત્રમાં તેલ લગાવી તેમાં આ મિશ્રણ ને પાથરી દો. ઉપરથી તેમાં મરી પાઉડર છાંટી તેને ઢોકળીયામાં રાખીને દસ-બાર મિનિટ પકવવા દો, ચપ્પુ લગાવી ને જોઇ લો કે જુઓ ઢોકળા કાચા નથી ને? (ચપ્પુમાં ખીરૂં ચોટે તો થોડો સમય વધુ રાખો) આ ઢોકળાને મનપસંદ આકારમાં કાપી લો. બે ચમચી તેલને ગરમ કરી તેમાં રાઈ નો વઘાર નાખી તૈયાર વઘારને ઢોકળા પર નાખો. લીલી ચટણી સાથે ગરમા ગરમ સર્વ કરો.