શનિવાર, 20 એપ્રિલ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. ગુજરાતી રસોઇ
  3. શાકાહારી વ્યંજન
Written By

ગુજરાતી રેસીપી : Gujarati Dal

સામગ્રી : 1 વાટકી તુવેરની દાળ, 1 ચમચી ચણાની દાળ, 1 ચપટી મેથી, તલનું તેલ, રાઇ, તજ-લવિંગ, તમાલપત્ર, હિંગ, લીલા મરચા, મીઠો લીમડો, હળદર, ખારેક, ટોપરું, ગરમ મસાલો, ગોળ, કોકમ, સૂંઠના ટૂકડા, ધાણાજીરુ, કોથમીર, મીઠું અને કાળા મરીનો ભૂકો.

બનાવવાની રીત : તુવેરની દાળને પાણીમાં નાંખીને તેમાં ચપટી મેથી અને એક ચમચી ચણાની દાળ નાંખી એક કલાક સુધી પલાળી રાખો. ત્યારબાદ તેને બાફવી. બાફ્યા બાદ વઘાર માટે તલનું તેલ લેવું. આ તેલ ગરમ થાય એટલે એમાં વઘાર માટે રાઇ, તજ, લવિંગ, તમાલપત્ર એકસાથે નાંખવું. હિંગ, લીલા મરચાના ટૂકડાં, મીઠો લીમડો અને હળદર નાંખવી. હળદર એટલા માટે કે તેને દાળમાં નાંખવાથી દાળનો રંગ સારો આવે અને પિત્ત ન કરે. ધીમા તાપે વધાર થઇ ગયા પછી જરૂરિયા મુજબનું મીઠું, કોકમ, ખારેકનો ભૂકો, સૂંઠના ટૂકડા, કાળા મરીનો ભૂકો નાંખીને ધીમા તાપે બે-પાંચ મિનિટ ઉકાળવું. ત્યારબાદ દાળમાં ગોળ નાંખવો. આ દાળને ગેસ કે ચૂલા પરથી ઉતારતા પહેલા કોથમીર, ગરમ મસાલો અને ધાણાજીરુ નાંખવું. સૌથી છેલ્લે જરૂરિયાત મુજબ લીંબુનો રસ ઉમેરવો.

આ રીતે બનાવેલ દાળ ખુશ્બુદાર હોવા ઉપરાંત ગેસ અને અપચાથી બચાવે છે.