શનિવાર, 20 એપ્રિલ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. ગુજરાતી રસોઈ
  4. »
  5. શાકાહારી વ્યંજન
Written By વેબ દુનિયા|

ગુજરાતી રેસીપી - લો ફેટવાળા મગની દાળના ખમણ

P.R
કેટલા લોકો માટે - 3-4
વાનગી માટે સમય - 30મિનિટ
તૈયારી માટે સમય - 10 મિનિટ

સામગ્રી - મગની દાળ 1 આખી રાત પલાળેલી, ચણા દાળ અથવા બેસન - 1 ચમચી, લીલા મરચાં 3થી 4, લીલા ધાણા એક ચમચી, દહીં બે ચમચી, હળદર પાવડર 1 ચમચી, મીઠુ સ્વાદમુજબ, બેકિંગ સોડા અડધી ચમચી. તેલ એક ચમચી.

વધાર માટે - તેલ દોઢ ચમચી, રાઈ એક ચમચી, લાલ મરચું એક ચમચી, કઢી લીમડો 7થી 8, લીલા મરચાં 2 ચમચી.

બનાવવાની રીત - પલાળેલી મગની દાળને મીઠુ અને લીલાં મરચાંની સાથે મિક્સરમાં દળી લો. જરૂર પડે તો થોડુક પાણી નાખી શકો છો. આ પેસ્ટને એક વાડકામાં કાઢી તેમા બેસન, દહી, લીલા ધાણા, હળદર અને બેકિંગ સોડા નાખી હલાવો. હવે ઢોકળાની પૈનમાં કે ઢોકળાની ડિશમાં તેલ લગાવી લો અને તેમા ઢોકળાનું મિશ્રણ નાખી દો.

ગેસ પર એક તપેલીમાં પાણી ઉકાળો અને તેની ઉપર ઢોકળાની ડિશ ઢાંકીને મુકી દો. તેને 10 મિનિટ સુધી થવા દો. પછી ઉતારીને ઠંડી કરવા મુકો.

એક ફ્રાઈંગ પેન લો, તેમાં તેલ ગરમ કરો, જ્યારે તેલ ગરમ થઈ જાય ત્યારે તેમાં રાઈ, હિંગ, કઢી લીમડો અને લીલા મરચાં નાખો. આ મસાલો તતડતા જ તેને ઢોકલા પર નાખી દો. ઢોકળાને ચોરસ ટુકડામાં કાપી લો. કોથમીરથી સજાવી ચટણી સાથે સર્વ કરો.