શુક્રવાર, 19 એપ્રિલ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. ગુજરાતી રસોઈ
  4. »
  5. શાકાહારી વ્યંજન
Written By વેબ દુનિયા|

ગુજરાતી વાનગી - પનીર ટિક્કા રૂમાલી

P.R
સામગ્રી - 350 ગ્રામ કાપેલું પનીર(ચાર ઇંચ લાંબા અને 1/8ની સાઇઝના ટૂકડાં), તેલ.
ફિલિંગ - અડધો કપ કોથમરી અને ફુદીનાની ઘટ્ટ ચટણી, અડધો કપ પીસેલા બાફેલા વટાણા, અડધો કપ બાફેલા ફ્રેન્ચ બીન્સ, 1/4 કપ બાફીને મેશ કરેલા મકાઇના દાણાં.
સીઝનિંગ - અડધી ચમચી ચાટ મસાલો, 1/4 ચમચી આમચુર પાવડર, 1/4 ચમચી સફેદ મરીનો પાવડર, સ્વાદ અનુસાર મીઠું.
ગાર્નિશિંગ - કચુંબર સેલેડ.

બનાવવાની રીત - પનીર ટૂકડામાં ન કાપેલા હોય તો કાપી લો.
- એક વાટકામાં કોથમીર અને ફુદીનાની ચટણી નાંખો અને તેમાં વટાણા, બીન્સ અને મકાઇના દાણા મિક્સ કરો.
- સીઝનિંગ માટે બધા મસાલાને નાંખીને મિક્સ કરો.
- હવે સીઝનિંગને ચાકુની મદદથી પનીરના ટૂકડાં પર લગાવો.
- એક બાજુથી પનીરને અંદરની તરફ રોલ કરવાનું શરૂ કરો.
- પનીર રોલને થોડું તેલ છાંટીને પાંચથી દસ મિનિટ સુધી ગ્રિલ કરો અને ધીમે-ધીમે ફેરવો.
- પનીર સામાન્ય ભૂરા રંગનું થાય ત્યાંસુધી ગ્રિલ કરો જેનાથી તે ક્રિસ્પી થાય અને કચુંબર સેલેડ સાથે ગરમાગરમ સર્વ કરો.