શુક્રવાર, 29 માર્ચ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. ગુજરાતી રસોઈ
  4. »
  5. શાકાહારી વ્યંજન
Written By વેબ દુનિયા|

ગ્રીન એંડ સ્પાઈસી પુલાવ

N.D
સામગ્રી- ચોખા - ૧ કપ, ફલાવર - ૨૫૦ ગ્રામ. લીલા વટાણા - ૧૫૦ ગ્રામ, બટાકા લાંબા ચીરેલા - ૨૦૦ ગ્રામ
તજ - ૨ ટુકડા, લવિંગ - ૪-૫ નંગ, મરી - ૭-૮ નંગ, તમાલપત્ર - ૨-૩ નંગ, એલચી - ૨ નંગ, ડુંગળીની સ્લાઇસ - ૨ નંગ, લીલાં મરચાંની ચીરીઓ - ૨ નંગ, તેલ - ૪ ચમચા, કોથમીર, આદું, લીલાં મરચાંની પેસ્ટ - ૨-૩ ચમચા
મીઠું - સ્વાદ મુજબ, ગરમ મસાલો - જરૂર પ્રમાણે

બનાવવાની રીત - ચોખાને ધોઇ લો. કઢાઇમાં તેલ ગરમ કરી તેમાં તમાલપત્ર, લવિંગ, તજ, એલચી અને મરી નાખી અડધી મિનિટ સુધી સાંતળો. તેમાં ડુંગળીની પાતળી સ્લાઇસ અને લીલા મરચાંની ચીરીઓ ઉમેરી આછા બદામી રંગની થાય એટલે નીચે ઉતારી લો. હવે બાકીનું તેલ લઇ તેમાં બધાં શાકને ૪-૫ મિનિટ સુધી સાંતળો. જેથી પુલાવ વધારે ટેસ્ટી બનશે. ત્યાર બાદ તેમાં કોથમીર-આદુંમરચાંની પેસ્ટ નાખો અને સાંતળેલી ડુંગળી, ગરમ મસાલો તથા મીઠું ઉમેરી પાંચ મિનિટ સુધી હલાવો. તે પછી તેમાં ચોખા નાખી અને જરૂર પૂરતું પાણી રેડી મઘ્યમ આંચે પુલાવ થવા દો. એકાદ-બે વાર હલાવો. લો, ગરમા ગરમ પુલાવ સર્વ કરો.