ગુરુવાર, 18 એપ્રિલ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. ગુજરાતી રસોઈ
  4. »
  5. શાકાહારી વ્યંજન
Written By નઇ દુનિયા|

ચોકો ટ્રાયંગલ વિથ કેપ્યુચિનો સોસ

N.D
સામગ્રી- ભરવા માટે - ચોકલેટ 250 ગ્રામ, ક્રીમ 1 કપ,
કવરિંગ માટે -મેદો 2 ક્પ, ઘી 1/4 કપ, તેલ અંદાજથી

કેપ્યુચિનો સોસ માટે - દહી 3 ચમચી, ખાંડ 5 ચમચી, ક્રીમ 1 કપ, ઈંસ્ટેટ કોફી પાવડર 1 ચમચી.

બનાવવાની રીત - મેંદાને ચાળીને ઘી મિક્સ કરો. પાણીથી ગૂંથીને લોઈ મૂકી દો. હવે મેંદાની લોઈને 16 એકસરખા ટુકડામાં વહેચીને વણો. ચપ્પુથી વચ્ચે કાપી લો. ત્રિકોણાકાર બનાવી તેમા ભરાવણની સામગ્રી ભરીને ફ્રીઝમાં મુકી દો.

સોસ બનાવવા માટે દહીને ખાંડની સાથે ઘટ્ટ થતા સુધી ફેંટો. ક્રીમ્ને પેનમાં ગરમ કરો. ઉકળવા માંડે ત્યારે દહીમાં મિક્સ કરી દો. હવે આને ફરીથી પેનમાં નાખો ધીમા તાપ પર સતત હલાવતા રહો. પછી કોફી પાવડર મિક્સ કરીને ઉકળવા દો. તાપ પરથી ઉતારીને ગાળી લો. ઠંડુ કરીને ફ્રીજમાં મુકી રાખો. ટ્રાયંગલોને તેલમાં સોનેરી તળી લો. આને સોસ સાથે સર્વ કરો.