શુક્રવાર, 29 માર્ચ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. ગુજરાતી રસોઈ
  4. »
  5. શાકાહારી વ્યંજન
Written By નઇ દુનિયા|

ફરાળી દહીવડા

N.D
સામગ્રી - મોરિયો-સાબૂદાણા 200 ગ્રામ, મગફળી દાણા 100 ગ્રામ, સંચળ-દહી-ખાંડ-આદુ (અંદાજથી), જીરુ અડધી ચમચી, લીલા ધાણા 50 ગ્રામ, તળવા માટે ઘી.

બનાવવાની રીત - મોરિયો અને સાબુદાણાને બે કલાક સુધી પલાળી મિક્સરમાં વાટો. દાણા પણ સેકીને વાટી લો. બધાને મિસ્ક કરી મીઠુ નાખો અને ઘટ્ટ મિશ્રણ તૈયાર કરો. કડાહીમાં ઘી ગરમ કરો અને મિશ્રણના વડા બનાવી તળો અને સાધારણ ગરમ પાણીમાં નાખતા જાવ. દહીંમાં આદુનુ પેસ્ટ, ખાંડ અને મીઠુ નાખી મિક્સ કરો. દહીંમા વડા નાખો અને જીરુ અને ધાણા ભભરાવી સ્પંજી દહીંવડા સર્વ કરો.