શુક્રવાર, 29 માર્ચ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. ગુજરાતી રસોઈ
  4. »
  5. શાકાહારી વ્યંજન
Written By વેબ દુનિયા|

ફ્રૂટ સલાડ

N.D
સામગ્રી - 1 કેળુ, 1 સંતરા, 1 સફરજન, 1 જામફળ, 1 ઝૂમખું દ્રાક્ષનું, 2 નાના ચમચી તલ સેકેલી, મીઠું સ્વાદમુજબ, દહીં એક મોટો વાડકો, લાલ મરચું અડધી ચમચી, જીરા પાવડર 1 ચમચી, સંચળ 1/4 ચમચી, લીલાં ધાણા.

વિધિ - દહીંને વલોવીને રાખી મુકો, કેળા અને સંતરાને છોલીને ઝીણા સમારી લો. સફરજન અને જામફળ પણ ઝીણાં સમારી લો. દ્રાક્ષને ધોઈને મૂકો. બધી સામગ્રીને સારી રીતે મિક્સ કરો.

આમાં સેકેલી તલ, લાલ મરચું, સંચળ અને જીરા પાવડર અને સાદુ મીઠું નાખી દો. ઉપરથી દહીં નાખીને બધાને સારી રીતે ભેળવી લો. થોડી વાર માટે ફ્રિજમાં મૂકી દો.

ઝીણા સમારેલા ધાણા નાખીને સર્વ કરો. આ સ્વાસ્થ્યવર્ધક સલાડ છે, જે અમારું લોહી વધારવામાં ખૂબ મદદરૂપ છે.