શુક્રવાર, 29 માર્ચ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. ગુજરાતી રસોઈ
  4. »
  5. શાકાહારી વ્યંજન
Written By વેબ દુનિયા|

બાળકોને પ્રિય નાસ્તો : કેરટ એંડ રેઝન સેંડવિચ

P.R
સામગ્રી - 500 ગ્રામ ગાજર, 1 પેકેટ બ્રાઉન બ્રેડ, 2થી 3 લીલા મરચાં, 5-8 ચીઝ સ્લાઇસ, અડધો કપ કિશમિશ, બટર, સ્વાદ અનુસાર મીઠું, 1 ચમચી કાળા મરીનો પાવડર.

બનાવવાની રીત - સૌથી પહેલા ગાજરને ધોઇ લો અને ઉપરથી છોલી તેને છીણી લો. ત્યારબાદ ગાજરની છીણમાંથી તેનો રસ કાઢી લો અને બાજુએ મૂકી દો. હવે બ્રેડની સ્લાઇસની કિનારી કાપી સારી રીતે બટર ચોપડી દો. જો તમારે તમારી સેન્ડવિચ સ્વીટ અને સ્પાઇસી બનાવવી છે તો તેના પર કાપેલા લીલા મરચાં છાંટી દો. હવે એક વાટકામાં છીણેલા ગાજર લઇ તેમાં કિશમિશ, કાળા મરીના પાવડર અને મીઠું સારી રીતે મિક્સ કરો. આ મિશ્રણને આખી એક બ્રેડ પર પાથરો અને તેની ઉપર ચીઝ સ્લાઇસ લગાવી ઉપર બ્રેડની બીજી સ્લાઇસ મૂકી દો. ત્યારબાદ બ્રેડને ત્યાંસુધી ગ્રિલ કરો જ્યાંસુધી તે બ્રાઉન ન થઇ જાય. આ રીતે બધી સેન્ડવિચ તૈયાર કરો.

તો તૈયાર છે તમારી કૅરટ એન્ડ રેઝન સેન્ડવિચ... આને ટોમેટો કેચઅપ અને ચિલી સૉસ સાથે ગરમાગરમ સર્વ કરો.