શુક્રવાર, 19 એપ્રિલ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. ગુજરાતી રસોઈ
  4. »
  5. શાકાહારી વ્યંજન
Written By નઇ દુનિયા|

બેસની ચીઝ પિઝા

N.D
સામગ્રી - બેસન(કકરું)1 કપ, અજમો 1/2 નાની ચમચી, મીઠુ સ્વાદમુજબ, હળદર પાવડર, ચપટી ખાવાનો સોડા 1 નાની ચમચી, રિફાઈંડ ઓઈલ 1 નાની ચમચી.

ટોપિંગ માટે સામગ્રી - ટામેટા(લાંબા કાપેલા)1, શિમલા મરચુ (લંબાઈમાં કાપેલુ)1, કાકડી(છીણેલી)1, કાળામરીનો પાવડર 1/2 છોટી ચમચી, ચીઝ 1 ક્યુબ, સોસ 3 મોટી ચમચી, ચીઝ 1 ક્યૂબ, સોસ 3 મોટી ચમચી.

બનાવવાની રીત - બેસનનુ ઘટ્ટ ખીરુ તૈયાર કરો. તેમા અજમો, મીઠુ, તેલ અને હળદર નાખી દો. એક ચમચી પાણીમાં સોડા પણ મિક્સ કરો. ગરમ નોનસ્ટિક તવા પર એક ચમચી ખીરુ નાખો. ઉપર ટામેટા, કાકડી અને શિમલા મરચુ ફેલાવી દો. ગેસ ધીમો રાખો અને તેલ લગાવો. બેસન લાલ થાય ત્યારે સાવચેતી પૂર્વક પલટાવી દો. એકાદ મિનિટ સેકો. હવે ઉપરથી છીણેલી વસ્તુઓ ભભરાવો. ઓવનમાં માખણ ઓગળતા સુધી થવા દો. સોસ સાથે ગરમા ગરમ સર્વ કરો.