શનિવાર, 20 એપ્રિલ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. ગુજરાતી રસોઈ
  4. »
  5. શાકાહારી વ્યંજન
Written By વેબ દુનિયા|

મકાઈની વાનગી - સ્ટફ્ડ કોર્ન પરોઠાં

P.R
સામગ્રી - એક કપ ઘઉંનો લોટ, બાફેલા મકાઈના દાણાં, એક કપ બારીક સમારેલી ડુંગળી, સ્વાદાનુસાર મીઠું, ચપટી હીંગ, અડધી ચમતી જીરું, અડધી ચમચી ચાટ મસાલો, અડધી ચમચી ગરમ મસાલો, 1/4 કપ તેલ.

બનાવવાની રીત - મકાઈના દાણાંને અધકચરાં પીસી લો. એક કઢાઈમાં એક ચમચી તેલ ગરમ કરો. હીંગ અને જીરું નાંખી વઘાર કરો. તેમાં કાપેલી ડુંગળી અને મકાઈ નાંખી બધા મસાલા ઉમેરી દો. તૈયાર છે સ્ટફ્ડ કોર્ન પરોઠા માટેનો મસાલો.

હવે ઘઉંના લોટમાં મીઠું નાંખી પરોઠાંનો લોટ બાંધી લો. અડધો કલાક બાદ આમાંથી લુઆ પાડી મસાલો ભરવા માટેની પુરી વણો. એક પૂરી વણી તેમાં મસાલો ભરો અને પરોઠાં વણો. પરોઠાંને તવી પર મૂકી સાંતળી લો આમ એક-એક કરી બધાં પરોઠાં તૈયાર કરો.

કોથમીરની ચટણી કે ટોમેટો કેચ-અપ સાથે ગરમા-ગરમ પરોઠાંનો સ્વાદ માણો.