શનિવાર, 20 એપ્રિલ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. ગુજરાતી રસોઈ
  4. »
  5. શાકાહારી વ્યંજન
Written By વેબ દુનિયા|

વેજીટેબલ જાલફ્રેજી

N.D
શાકભાજી માટે સામગ્રી- કોબીજ એક નાનકડી, ફ્રેંચ બીંસ 8-10, ગાજર 1 મોટુ, 1 મોટી શિમલા મરચુ, ડુંગળી 1, લીલા મરચાં 2, લસણની કળીઓ 5, સમારેલુ અદરક 1 ટી સ્પૂન.

ગ્રેવી માટે સામગ્રી - તેલ 2 ટેબલ સ્પૂન, લાલ મરચુ 2 ટી સ્પૂન, હળદર અડધી ચમચી, દૂધની તાજી મલાઈ અડધો કપ, મીઠુ-ખાંડ સ્વાદ મુજબ, બેક્ડ બીંસ અડધો કપ, ટામેટા કેચઅપ ચાર ચમચી.

સજાવવા માટે - પાઈનેપ સ્લાઈસ, ચેરી

વિધિ - કોબીજ,બીંસ, ગાજર અને શિમલા મરચાને પાતળા લાંબા સમારીને ઉકાળી લો.
ડુંગળી અને લીલા મરચાંને પણ લાંબા કાપી લો. ડુંગળી, લસણ અને આદુ ભેળવીને વાટી લો. હવે તેલ ગરમ કરીને તેમા વાટેલો મસાલો નાખીને સેકો. જ્યારે મસાલો તેલ
છોડવા લાગે ત્યારે તેમા લાંબી કાપેલી ડુંગળી અને લીલા મરચા નાખીને થોડુ વધુ સેકો. પછી મરચાંનો પાવડર, હળદર, ધાણા, જીરુ, ગરમ મસાલો, મલાઈ, મીઠુ અને ખાંડ નાખીને થોડુ સેકો.

હવે આ મસાલામાં બધા બાફેલા શાક નાખી અને બેક બીંસ કે ટામેટા કેચપ ભેળવીને 2-3 મિનિટ બાફો. ધ્યાન રહે કે આ શાકભાજીમાં પાણી નાખવાની જરૂર નથી, શાકભાજીમાં રહેલ પાણીથી જ સારી ગ્રેવી બની જાય છે. પછી પાયનેપલ અને ચેરીથી સજાવીને ગરમાગરમ શાક પરોસો.