શુક્રવાર, 19 એપ્રિલ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. ગુજરાતી રસોઈ
  4. »
  5. શાકાહારી વ્યંજન
Written By
Last Modified: બુધવાર, 14 મે 2014 (13:10 IST)

શાહી વેજ બિરયાની

સામગ્રી - 2 કપ ચોખા પલાળેલા, 2 બટાકા છોલીને કાપેલા. 100 ગ્રામ બાફેલા વટાણા 1 ગાજર ઝીણુ સમારેલુ. 1-2 ડુંગળી ઝીણી સમારેલી. આદુ લસણનું પેસ્ટ અડધી ચમચી. 1 ટામેટુ સમારેલુ લીલ મરચા 4-5, ફ્લાવર 2-4 પીસ કાપેલો. 2 મોટી ચમચી ઘી કે તેલ. 2 લવિંગ. 2 ઈલાયચી 1 ટુકડો તજનો. જાયફળ, અડધી ચમચી ગરમ મસાલો. સ્વાદમુજબ મીઠુ. 2 ચમચી સમારેલા લીલા ધાણા. પાણી અંદાજથી.  
 
બનાવવાની રીત - એક પેનમાં ઘી ગરમ કરો. તેમા જીરુ તતડાવો. હવે તેમા લવિંગ ઈલાયચી  જાયફળ નાખો. હવે લીલા મરચા આદુ લસણનું પેસ્ટ નાખીને 2-3 મિનિટ સેકી લો. ડુંગળી નાખીને સેકી લો.  
 
આછુ ગુલાબી થતા બધી શાકભાજીઓ નાખીને 5-6 મિનિટ સેકી લો. હવે શાકભાજી સેકતા તેમા ચોખા નાખીને ધીરે ધીરે ચલાવતા સેકો. આવુ કરવાથી ચોખા તૂટે નહી. સેકાયા બાદ તેમા 3 કપ પાણી નાખો અને મીઠુ અંદાજથી નાખો અને હલકા તાપ પર 15થી 20 મિનિટ સુધી થવા દો. તાપ પરથી ઉતારવાના 2 મિનિટ પહેલા તેમા પનીર નાખી દો અને ગેસ બંધ કરી દો. સર્વ કરતા પહેલા ગરમ મસાલો અને સમારેલા ધાણા નાખી દો.