ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. ગુજરાતી રસોઈ
  4. »
  5. શાકાહારી વ્યંજન
Written By નઇ દુનિયા|

શિંગોડાના લોટના ભજીયા

N.D
સામગ્રી - એક વાડકીમાં સિંગાડાનો લોટ, એક મોટી ચમચી વાટેલા મગફળીના દાણા, મધ્યમ આકારના બાફેલા બટાકા, 4-5 લીલા મરચા, જીરા પાવડર અડધી ચમચી, અડધી ચમચી લાલ મરચાંનો પાવડર, મીઠુ સ્વાદ મુજબ, લીલા સમારેલા ધાણા, તળવા માટે તેલ.

બનાવવાની રીત - સિંગોડાના લોટને ચાળીને તેમા મસળેલા બટાકા, મગફળીના દાણાનો ભૂકો, સમારેલા મરચા, જીરુ, લાલ મરચું, મીઠુ અને સમારેલા ધાણ નાખીને પેસ્ટ તૈયાર કરો. હવે કઢાઈમાં તેલ ગરમ કરીને તૈયાર પેસ્ટના ભજીયા બનાવી કુરકુરા તળી લો. ગરમા ગરમ ભજીયા ચા કે ફરાળી ચટણી સાથે સર્વ કરો.