શુક્રવાર, 29 માર્ચ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. ગુજરાતી રસોઈ
  4. »
  5. શાકાહારી વ્યંજન
Written By પારૂલ ચૌધરી|

સરસો દા સાગ

સામગ્રી આઠ વ્યક્તિઓ માટે

સાગમાં વપરાતી ભાજી : સરસો એક કિલો, પાલક 300 ગ્રામ, ચીલ 150 ગ્રામ, મેથી 150 ગ્રામ.

અન્ય સામગ્રી : બે મોટા ટામેટા, બે મોટી ડુંગળી, 13-14 કળી લસણ, આદુનો એક ટુકડો, મીઠું સ્વાદાનુસાર, થોડોક મકાઈનો લોટ, લીલુ મરચું, લાલ મરચું, જીરૂ.

N.D
સૌ પ્રથમ બધી ભાજીને સારી રીતે ધોઈ લો. ત્યાર બાદ તેને કાપીને તેમાં સ્વાદાનુસાર મીઠું, લીલા મરચાં અને લસણ ઉમેરીને સારી રીતે ઉકાળી લો. હવે મિક્સરમાં ટામેટાની અને આદુની અલગ અલગ પેસ્ટ બનાવી લો. ત્યાર બાદ ડુંગળીને ઝીણી કતરી લો. ઉકાળેલી બધી ભાજીને પણ મિક્સરમાં એક વાટકી મકાઈનો લોટ નાંખીને ક્રશ કરી લો. હવે સૌ પ્રથમ થોડુક જરૂરિયતા મુજબ તેલ લઈને તેમાં જીરૂ નાંખીને વઘારી કરો. ત્યાર બાદ તેમાં આદુની પેસ્ટ નાંખીને તેને સાંતળી લો. હવે તેમાં ડુંગળી નાંખીને ગુલાબી રંગની થાય ત્યાર સુધી સાંતળો ત્યાર બાદ તેમાં ટામેટાની પેસ્ટ નાંખીને સાંતળી લો. હવે સ્વાદાનુસાર મીઠું અને લાલ મરચું નાંખીને બધી જ ભાજી પણ ઉમેરી લો. તેમાંથી તેલ નીકળે ત્યાર સુધી તેને ઉકળવા દો અને ત્યાર બાદ તેને બંધ કરી દો.

લો હવે તૈયાર છે ગરમા ગરમ સાગ. તેની ઉપર ઘી, મલાઈ અથવા માખણ નાંખીને મકાઈના રોટલાની સાથે ગરમ ગરમ સર્વ કરો.