શુક્રવાર, 29 માર્ચ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. ગુજરાતી રસોઈ
  4. »
  5. શાકાહારી વ્યંજન
Written By વેબ દુનિયા|

સાઉથ ઈંડિયન રેસીપી - ટોમેટો રાઈસ

P.R
સામગ્રી - 200 ગ્રામ ચોખા, ચોખાથી ડબલ પ્રમાણમાં પાણી લો, 6 ટામેટા, 2 સમારેલી ડુંગળી, 4 લવિંગ અને 4 કાળા મરી, 1 તજના પાન, ઘી અથવા તેલ એક મોટી ચમચી,4 લસણની કળી આદુનો ટુકડો એક સ્વાદ મુજબ મીઠુ સમારેલા ધાણા. આખા લાલ મરચા 2-3, હળદળ, સરસિયાના દાણા 1/4 ચમચી, મીઠુ સ્વાદ મુજબ, સમારેલા ધાણા.

બનાવવાની રીત - ચોખાને ઘોઈને બનાવવાના અડધો કલાક પહેલા પલાળી મુકો. ટામેટા લસણ અને આદુને દોઢ કટોરી પાણી નાખીને ઉકાળી લો. અને મિક્સરમાં ફેરવી લો. એક કઢાઈમાં તેલ/ધી નાખીને તજના પાન લવિંગ કાળા મરી નાખીને તતડાવો. ડુંગળી નાખીને સોનેરી થતા સુધી સેકો પછી ચોખા નાખી દો. બે મિનિટ પછી ટામેટાનો રસ અને મીઠુ નાખીને ચોખાને ઢાંકી દો. ઉપરથી એક વાડકી સાદુ પાણી ઉમેરી દો. ધીમા તાપ પર ચોખા બફાવા દો. 5 મિનિટ પછી એકાદ દાણો દબાવી તપાસી લો કે ચોખા ચઢી ગયા છે કે નહી. બફાય જાય તો ગેસ બંધ કરી દો. સમારેલા ધાણા ભભરાવો અને ગરમા ગરમ ટોમેટો રાઈસ અથાણુ-ચટણી-સલાદ સાથે સર્વ કરો.