શુક્રવાર, 29 માર્ચ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. ગુજરાતી રસોઇ
  3. શાકાહારી વ્યંજન
Written By

સ્વાદિષ્ટ રેસીપી - કાશ્મિરી પુલાવ

સામગ્રી: 500 ગ્રામ બાસમતી ચોખા, 100 ગ્રામ ઊભી સમારેલી ડુંગળીની સ્લાઈસ, 5 ગ્રામ તજ, 5 ગ્રામ ઈલાયચી
5 ગ્રામ લવિંગ, 1 ચપટી હળદર પાવડર, 1 ગ્રામ કેસર, 10 મિલી દૂધ, 20 ગ્રામ અખરોટ, 20 ગ્રામ કાજૂ, 1 લિટર પાણી
50 ગ્રામ તેલ, મીઠું સ્વાદ અનુસાર

બનાવવાની રીત: સૌ પ્રથમ ચોખાને ધોઈને પાણીમાં પલાળી દો. એક વાસણમાં તેલ ગરમ કરીને તેમાં ડુંગળીને લાઈટ બ્રાઉન રંગની સાંતળી લો. હવે તેમાં બાકીના મસાલાને હળદર સાથે વખારો. તેમાં ચોખાને નિતારીને થોડી વાર સાંતળો. હૂંફાળા દૂધમાં અડધું કેસર ઉમેરીને ઓગાળી લો. હવે તેમાં ગરમ પાણી ઉમેરીને બરાબર મિક્સ કરો. હવે તેને થોડી વાર માટે પાકવા દો. બાકીના કેસરને પણ ચોખા સાથે મિક્સ કરી દો. ચોખાનો દરેક દાણો છૂટો પડે ત્યા સુધી પાકવા દો. કાશ્મીરી પુલાઓને અખરોટ અને કાજૂ દ્વારા ગાર્નિશ કરો.