ગુરુવાર, 18 એપ્રિલ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. ગુજરાતી રસોઈ
  4. »
  5. શાકાહારી વ્યંજન
Written By નઇ દુનિયા|

હાંડી ચણા

N.D
સામગ્રી - કાળા ચણા એક કપ, તેલ 2 ટેબલ સ્પૂન, રાઈ, જીરુ, હીંગ વધાર માટે, હળદર 1/2 ટી સ્પૂન, લાલ મરચું 2 ટી સ્પૂન, જીરા પાવડર 2 તી સ્પૂન, ગરમ મસાલો પા ટી સ્પૂન, મીઠુ સ્વાદમુજબ.

સજાવવા માટે - ચાટ મસાલો, લીલા ધાણા, ઝીણી સમારેલી ડુંગળી, ઝીણી સમારેલી કાચી કેરી અથવા લીંબૂનો રસ.

બનાવવાની રીત - ચણાને 8 કલાક પાણીમાં પલાળીને તેનુ પાણી નિતારી લો. માટી કે મેટલની હાંડીને ગરમ કરીને તેમાં તેલ નાખો. તેલ ગરમ થાય કે રાઈ, હીંગ, જીરાનો વધાર આપીને તેમા પલાળેલા ચણા, હળદર અને મીઠુ નાખીને હાંડી પર ઢાંકણ ઢાંકીને તેને ધીમા તાપ પર થવા દો. વચ્ચે વચ્ચે હાંડીનુ ઢાંકણ ઉઠાવીને ચણાને સારી રીતે હલાવતા રહો જેથી તે સારી રીતે બફાય જાય. ચણા જ્યારે થોડા કુરકુરા થઈ જાય ત્યારે તેમા લાલ મરચુ, જીરા પાવડર અને ગરમ મસાલો નાખીને થોડા વધુ સેકો. હવે ચણા પર લીંબૂનો રસ, ચાટ મસાલો, ઝીણા કાપેલા ધાણા અને ડુંગળી નાખીને સર્વ કરો.