શુક્રવાર, 29 માર્ચ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. ગુજરાતી રસોઇ
  3. શાકાહારી વ્યંજન
Written By
Last Modified: ગુરુવાર, 10 સપ્ટેમ્બર 2015 (15:20 IST)

હેદરાબાદી રીંગણાના શાક

હેદરાબાદી રીંગણાના શાક 
 
કેટલા- 2 લોકો માટે 
તૈયારીમાં સમય- 10 મિનિટ 
રાંધવાના સમય - 30 મિનિટ 
સામગ્રી- 
રીંગના- 250 ગ્રામ 
ડુંગણી- 1 
મરચા પાવડર- 1 ચમચી 
જીરું પાવડર- 1/2 ચમચી 
લીમડા- 2 ગુચ્છા 
આદું -લસણના પેસ્ટ 
લાલ મરચા- 3 
મેથી દાણા- 1/8 ચમચી 
જીરું 1/4 ચમચી 
સરસો- 1/4 ચમચી 
મીઠું સ્વાદપ્રમાણે 
તેલ - 1 ચમચી 
મગફળી- 1 ચમચી 
લીલા મરચા- 
કોથમીર 
ફુદીના 
દહીં - 2 ચમચી 

વિધિ- 
એક પેન ગરમ કરો. એમાં મગફળીને રોસ્ટ કરો. તાપ ધીમા રાખો. એની સાથે તલ અને નારિયલ પાવડરને પણ હળવા રોસ્ટ કરી લો. પછી એ બધાને બ્લેંડમં નાખી થોડા પાણી મિક્સ કરી આ પેસ્ટ તૈયાર કરો. હવે પેનને તેલ ગરમ કરો એમાં સરસો નાખો. 
પછી જીરું , લાલ મરચા , મેથી  , સ્લાઈસ કરેલા ડુંગળી મીઠું અને લીમડા નાખો. 
 
જ્યારે ડુંગળી ગોલ્ડન બ્રાઉઅન થઈ જાય તો એમાં આદું લસણના પેસ્ટ નાખી ચલાવો. 
થોડી વાર પછી એમાં હળદર  , લાલ મરચાં પાવડર  , જીરું પાવડર  , ધનિયા પાવડર , લીલા મરચા મગફળી અને તલ વાળા પેસ્ટ અને થોડા પાણી નાખો. 
હવે એમાં સમારેલા કોથમીર  , ફુદીનાના પાન અને દહીં નાખી ઉકાળો . 
જયારે ગ્રેવી ઉકળતા શરૂ થઈ જાય તો એમાં રીંગણા( રીંગણાને ચાર ભાગ કરી એને તેલમાં ફ્રાઈ કરેલા)  નાખો. 
હવે પેનને ઢાંકીને 5 મિનિટ રાંધો. 
એના પછી એને ગર્મ ગર્મ સર્વ કરો.