ગુજરાતી સિનેમા માટે ઐતિહાસિક ક્ષણ, ભારતની પહેલી AI જનરેટેડ ગુજરાતી ફીચર ફિલ્મ તૈયાર થઈ રહી છે
બોલીવૂડનું સૌથી મોટું પ્રોડક્શન હાઉસ હવે ગુજરાતી સિનેમામાં પ્રવેશી રહ્યું છે. થિંકઇંક પિક્ચર્સે ગુજરાતી ફિલ્મ જગતમાં પોતાની એન્ટ્રીની જાહેરાત કરી છે. તેનો પ્લાન દર વર્ષે 3 રિજિનલ ફિલ્મો બનાવવાનો છે, જેમાંથી 2 ફિલ્મો ગુજરાતી હશે. આ સાથે પ્રોડક્શન હાઉસે ભારતીય લોક સંગીતને પ્રમોટ કરવા માટે પોતાની મ્યુઝિક ચેનલ પણ લોન્ચ કરવાની યોજના બનાવી છે, જેથી નવા યુવા કલાકારોને તક મળી શકે.
થિંકઇંક પિક્ચર્સની પહેલી ગુજરાતી ફીચર ફિલ્મ ગુજરાતી સિનેમા માટે ઐતિહાસિક ક્ષણ સાબિત થવા જઈ રહી છે. આજે તેમણે ભારતની પહેલી AI જનરેટેડ ગુજરાતી ફીચર ફિલ્મનું મુહૂર્ત જાહેર કર્યું છે. આ ફિલ્મનું નામ છે “ધ ઇસ્કોન બ્રિજ” અને આ એક પેરાનોર્મલ થ્રિલર છે. આ માટે AI સ્ટુડિયો ગોસ્ક્રિપ્ટો અને કન્ટેન્ટ પાર્ટનર વ્હાઇટ સ્ક્રીન મોશન પિક્ચર્સ સાથે અલાયન્સ કરવામાં આવ્યું છે. ત્રણેય બેનર સાથે મળીને આ ફિલ્મ બનાવી રહ્યા છે.
ફિલ્મ આ વર્ષના અંત સુધીમાં રિલીઝ થવા માટે તૈયાર થઈ જશે. ફિલ્મની વાર્તા, સ્ક્રીનપ્લે અને મ્યુઝિક સિવાય વિઝ્યુલ્સ અને વિડિયો જ AI જનરેટ છે. ગોસ્ક્રિપ્ટોનો પોતાનું વિઝ્યુલ કન્ટેન્ટ એન્જિન Go2V છે.Go2V પાસે 13 અબજથી વધુ પેરામીટર્સ છે, જેનાથી તે ખૂબ જ હાઈ વિઝયુઅલ ક્વોલોટી આપે છે, ફીઝીકલ મોશન ડાયનામિક્સને સારી રીતે સમજી શકે છે. ગોસ્ક્રિપ્ટોની ગ્લોબલ પ્રોડક્શન ટીમ યુનાઇટેડ સ્ટેટ્સ (અમેરિકા), યુનાઇટેડ કિંગડમ (યૂ.કે.), ઓસ્ટ્રિયા, ભારત અને મલેશિયા જેવા વિવિધ દેશોમાં ફેલાયેલી છે. આ ટીમમાં 35 થી વધુ AI ડોમેઈન ના ઍક્સપર્ટ જોડાયેલા છે, જે ફિલ્મ બનાવવાના દરેક તબક્કે મદદ કરે છે.
“ધ ઇસ્કોન બ્રિજ” નું લેખન અને નિર્દેશન ચેતન ચૌહાણ દ્વારા કરવામાં આવ્યું છે, જે ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પબ્લિસિસ્ટ તરીકે જાણીતા છે. કુનાલ શાહ આ ફિલ્મમાં AI ક્રિએટિવ ડિરેક્ટર છે. ફિલ્મમાં વિવેક છેત્રીનું મ્યુઝિક રહેશે. આ ફિલ્મ ઘણી સત્ય ઘટનાઓથી પ્રેરિત છે. મુહૂર્તના દિવસે ડિરેક્ટર ચેતન ચૌહાણે કહ્યું, “અમારી પાસે હિન્દી ભાષાનો વિકલ્પ હતો, પણ અમે ગુજરાતી પસંદ કરી કારણ કે ગુજરાતી થઈને અમારે પોતાની ભાષામાં, પોતાના લોકો માટે ગૌરવની ક્ષણ આપવી છે.” કુનાલ શાહે ઉમેર્યું, ““તમને ખરેખર નવાઈ લાગશે કે આપણાં AI અવતારો ફિલ્મમાં કેટલી સરસ ગુજરાતી બોલે છે. અને ફિલ્મની વાત પણ બહુ જ રસપ્રદ છે, જે પેરાનોર્મલ થ્રિલર છે. અમને પૂરો વિશ્વાસ છે કે આ ફિલ્મ લોકોને થિયેટરમાં ધમાકેદાર અનુભવ અપાવશે.”