ગુરુવાર, 28 માર્ચ 2024
  1. ધર્મ
  2. »
  3. હિન્દુ
  4. »
  5. હિન્દુ દેવતા
Written By વેબ દુનિયા|

ભગવાન શ્રીવિશ્વકર્માદાદાના ચાલીસા

P.R

ત્રણેય લોકનું સર્જન કરનારા ભગવાન શ્રીવિશ્વકર્માના ચાલીસાનું દર અમાસના દિવસે પઠન કરવાથી સુખ, શાંતિ અને પુણ્ય પ્રાપ્ત થાય છે.

કાંબી કમંડલ ગળે પુષ્પમાળા પીળુ પીતાંબર મુગટ રસાળા |
કર સુત્ર પુસ્તક ધરે એ રૂપાળા એવા નમું ત્રિનેત્ર શ્રી ઇલોડવાળા
જય વિશ્વકર્મા આદી દેવ, મહામાયાથી પ્રગટ્યા એવ
વિરચી વિષ્ણુ ને શિવરાય, એ પણ પ્રગટ્યા મહામાયાવ
ત્રિદેવના બનાવ્યા ધામ, દેવોને આપ્યા વિશ્રામ
સૂર્ય શશી તારાને ખાસ, ગગન મંડળએ આપ્યો વાસ
પળમાં પૃથ્વી કરી સ્થિર, જીવ માત્ર ઉપર રહેમ ધરી
સાત સમુદ્ર ભૂત પિશાચ, સ્થાન મળ્યા ન આવી આંચ
બોતેર કોટી દાનવ સહી, સ્થાન વિહોણા ગયા એ રહી
તેને કહ્યું દાદાએ ખાસ, વનસ્પતિમાં કરજો વાસ
સૂણી કોપ્યા દૈત્ય અપાર, દેવો ઉપર રાખ્યો ખાર
અમર દેવને કાયમ નડે, સ્વર્ગ ઉપર એ હલ્લા કરે
યુધ્ધ કરી સંતાપ્યા દેવ, દૈત્ય પક્ષે આવ્યા મહાદેવ
દેવો આવ્યા કરમા પાસ, અઘકને મોકલ્યો ખાસ

બાઝ્યા અઘક સાથે શિવ, બેમાંથી એકે પ્રગટ્યો જીવ
નામ પાડ્યું તેનુ વાસ્તુ દેવ, વિશ્વકર્માની કરતો સેવ
બન્ને પક્ષને મારે માર, શંકર ગભરાયા તે વાર
વિશ્વકર્માની પાસે જાય, આવી શાંતિ કરે કર્માય
કૃતાક્ષ દૈત્ય અતિ બળવાન, પાર્વતિનું પામ્યો વરદાન
યુધ્ધ મુકીને નાઠા દેવ, મદદે આવ્યા વાસ્તુ દેવ
વાસ્તુ દેવે કપટ કરી, દૈત્ય પત્નીને જઇને છળી
તેના મૃત્યુનાં શુક્રને લઇ, કૃતાક્ષ મારવા પેરવી કરી
પીઠ દિયે પડતા મહાદેવ, પીઠ બળે જીવતો રહ્યો એવ
પિતાક્ષ પાડ્યું તેનું નામ, પછી દાદા શું કરે છે કામ
બ્રાહ્મણ શરમા ક્ષત્રિય વરમા, કરમા અમ પરીવાર
તેને લગતી વંશ જાતિ, સમજી લ્યો શુભ સાર
સતી ઇલા ઇલોડની નાર, અસુરે પજવી અપરંપાર
તેને માટે ઇલોડ રહ્યા, બદ્રિકાશ્રમ છોડી ગયા
વિશ્વકર્મા રહ્યા ઇલોડ, વિશ્વ શોભા કરવાના કોડ
સજીવન ત્યાં કુંડ કર્યા ત્રણ, અવનવા જળ તેમાં ભર્યાં
એ કુંડમાં જઇ કરે સ્નાન, અસાધ્ય રોગી બદલે વાન
અનસૂયા ચ્યવનની નાર, પતિવ્રતા છે અપરંપાર
તેના પતિએ દીધો શ્રાપ, સાંજે વિધવા થા તું આપ
રવિ અસ્તને રોક્યો નાર, અવનીમાં થયો હાહાકાર
રવિ અસ્તને આજ્ઞા કરી, તરત ચ્યવન તો ગયો મરી
દિવ્ય રૂપ ચ્યવનનું કરી, સોળ વર્ષની સતીને કરી
વૃક્ટાસુર માયાવી એ, પણ કરે ઇલાનું તેમ
વાસ્તુ ને દાદા ત્યાં જાય, માયા લોપ કરી પળમાંય
વૃલ્ટાસુર માર્યો તે વાર, ઇલોડ તે આવ્યા તત્કાળ
કન્યાદાનનો મોટો મહિમાય, જગમાં મળે ન જોટો ક્યાંય
કન્યાદાનની ઇચ્છા થઇ, કૃથેળીથી કરી બે કન્યાય
જગકુળ દેવ્યા મોટી કરી, અગણિત લક્ષ્મી નાની સહી
કશ્યપ સુત ભાનુની સાથ, જગદેવ્યાનો આપ્યો હાથ
પરિવૃગ રાજા જે કહેવાય, અગણિત લક્ષ્મી વરી ત્યાંય
સરસ્વતિને બ્રહ્માનો શ્રાપ, યજ્ઞ કરી નીવાર્યો આપ
સ્વધામ જાવા થઇ ઇચ્છાય, ત્યારે સભાજન બોલ્યા ત્યાંય
કોણ અમારી કરશે સહાય, પાંચ પુત્રો બનાવ્યા ત્યાંય
આપી વિદ્યા પ્રેમ ધરી, પણ પાછળથી નષ્ટ કરી
જેવા હથિયાર એવા દેવ, વિશ્વકર્માએ મૂક્યા એવ
વરદાન આપી કીધી સહાય, દુયાય તો ધનુરનો ઘાય
મહાસુદી પાંચમ અમાસ, દશેરા પુંજન કરજો ખાસ
મહાસુદી તેરસને દીન, સર્વે કરજો મમ પૂજાય
શ્રાવણ સુદી એકાદશી, પાંચમો આણોજો પાળજો હસી
એવું કરી વિશ્વકર્માય, ચાલ્યા અક્ષરધામની માંહ્ય

વિશ્વકર્માની બાવની દર અમાસે કરે તે નિશ્ચેત વૈકુંઠ જાય