ધૂળેટી વિશેષ : આવો રમીએ પ્રાકૃતિક રંગોથી ધૂળેટી

વેબ દુનિયા|

P.R
હોળીનો તહેવાર એટલે રંગોની ભરમાર. રંગોથી ઉજવવામાં આવતા આ તહેવારમાં લોકો જાતજાતનાને ભાતભાતના રંગોનો ઉપયોગ કરે છે. પણ આપણે કેવી ગુણવત્તાવાળા રંગોનો ઉપયોગ કરીએ છીએ તે જાણવું બહુ જરૂરી છે. હોળી દરમિયાન વપરાતા કેટલાંક કૃત્રિમ રંગોથી ત્વચા અને વાળને નુકસાન પહોંચી શકે છે. બજારમાં તો હવે અનેક રસાયણિક રંગોએ પોતાનો પગ જમાવી દીધો છે જે એટલા પાક્કા હોય છે કે તેનાથી આપણી ત્વચા અને વાળ સહિત આંખોને પણ નુસકાન પહોંચી શકે છે. આવામાં તમારા માટે જરૂરી છે તકે તમે એવા રંગોની પસંદગી કરો જે તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખીને બનાવવામાં આવ્યા હોય અને તમને તેનાથી કોઇ અન્ય સમસ્યા ન થાય. ત્યારે પ્રશ્ન થાય કે એવા તો કેવા રંગો વાપરી શકાય જેનાથી નુકસાન પણ ન થાય અને તહેવારની મજા પણ માણી શકાય... તો આ પ્રશ્નનો જવાબ છે પ્રાકૃતિક રંગો. જાણીએ પ્રાકૃતિક રંગો કયા છે અને તેની મદદથી હોળી રમવાના ફાયદા શું છે...

- સામાન્ય રીતે ઘરમાં જ તૈયાર કરવામાં આવે છે કે પછી હર્બલ કલર્સને પણ તમે આ રંગોમાં સામેલ કરી શકો.
- શું તમે જાણો છો કે કાળા રંગ માટે લેડ ઓક્સાઇડનો ઉપયોગ થાય છે જે કિડની માટે બહુ નકસાનકારક હોય છે.
- લીલો રંગ પણ કોપલ સલ્ફેટ જેવા પદાર્થોમાંથી બને છે જે આંખો માટે સારો નથી. તેનાથી આંખોમાં એલર્જી, સોજો વગેરે થવાનું જોખમ રહે છે.- એટલું જ નહીં, લાલ રંગને મરક્યૂરી સલ્ફાઇટમાંથી બનાવવામાં આવે છે જેનાથી ત્વચાનું કેન્સર થવાનું જોખમ રહે છે.
- પ્રાકૃતિક રંગ સામાન્ય રંગો અને રાસાયણિક રંગોથી થોડા મોંઘા હોય છે અને સરળતાથી બજારમાં ઉપલબ્ધ નથી હોતા. આવામાં તમે ઘરે જ પ્રાકૃતિક રંગો બનાવી શકો છો.

પ્રાકૃતિક રંગોના ફાયદા :
- પ્રાકૃતિક રંગોથી તમને કોઈ નુકસાન નહીં થાય. તે તમારી ત્વચાને નુકસાન પહોંચાડવાને બદલે ત્વચાને વધુ કોમળ બનાવશે.
- સિંથેટિક અને રાસાયણિક રંગોથી જ્યાં તમને એલર્જી થઇ શકે છે ત્યાં બીડી તરફ તમારી ત્વચા પર બળતરા અને રેશીશ પડી શકે છે, પ્રાકૃતિક રંગોથી આ પ્રકારનું કોઇ નુકસાન નથી થતું.
- રાસાયણિક રંગોથી વાળ ખરવાની અને ખોડો થવાની સમસ્યા થાય છે જ્યારે હર્બલ અને જૈવિક રંગોથી આવું કંઇ થતું નથી.
કેવી રીતે બનાવશો પ્રાકૃતિક રંગો? :

- ઘરે પ્રાકૃતિક રંગો બનાવવા માટે તમારે બહારથી કોઇ સામાન લાવવો નહીં પડે. તેના માટે તમે ઇચ્છો તો રસોઈમાં પ્રયોગ થનારા કેટલાક સામાનનો ઉપયોગ કરી શકો છો.
- તમે હળદરમાં અને ગલગોટાના ફૂલને પાણી સાથે મિક્સ કરી આ મિશ્રણને ઉકાળો. પછી તેને ગાળી લો. તમારો ભીનો રંગ તૈયાર થઇ ગયો.- તમે હળદરમાં ચણાના લોટ સાથએ મંદો અને લોટ મિક્સ કરી સૂકો રંગ તૈયાર કરી શકો છો.
- માટે તમે બીટને બહુ નાના ટૂકડામાં કાપી રાતભર પાણીમાં પલાળી દો અને પાણી ગળી લો. લાલ રંગ તૈયાર છે.
- મહેંદીને સૂકવીને પીસી લો અને મહેંદીને પાણીમાં નાંખો. તમારો લીલો રંગ તૈયાર છે. ધ્યાન રાખો તે મહેંદી હાથમાં લગાવવાવાળી હોવી જોઇએ.- લાલ રંગને બદલે તમે લાલ ચંદન પાવડરનો પ્રયોગ પણ કરી શકો છો.


આ પણ વાંચો :