હોળી પર્વ પર દુર્લભ જ્યોતિષ યોગઃ લાભ મેળવવા રાશિ પ્રમાણે કરો આ ઉપાય

ખાસ ઉપાય કરવાથી શિવજીની અપાર કૃપા પ્રાપ્ત કરી શકાય

P.R


રવિવાર 16 માર્ચ 2014 એ હોળી છે અને આ વર્ષે રંગોના આ પર્વ પર કેટલાક દુર્લભ યોગ બની રહ્યા છે. સાથે જ ધૂળેટી અથવા વસંત ઉત્સવ આ વખતે શિવજીના પ્રિય સોમવારે છે. આ દિવસે કેટલાક ખાસ ઉપાય કરવાથી શિવજી અપાર કૃપા પ્રાપ્ત કરી શકાય છે.

હોળી પર જ્યોતિષ યોગ-

આ વર્ષે હોળી પર ગ્રહોના કેટલાક દુર્લભ યોગ બની રહ્યા છે. વર્તમાનમાં શનિ વક્રી છે અને રાહુની સાથે તુલા રાશિમાં સ્થિત છે. શનિ સિવાય મંગળ પણ વક્રી થઈ ગયો છે. આમ હોળી પર ચાર ગ્રહ વક્રી રહેશે શનિ, મંગળ, રાહુ અને કેતુ. રાહુ અને કેતુ હમેશા વક્રી જ રહે છે.

તુલા રાશિમાં મંગળની સાથે શનિ અને રાહુનો યોગ સેકડો વર્ષ બાદ બન્યો છે. આ કારણે પણ આ પર્વ જ્યોતિષની દૃષ્ટિએ વિશેષ મહત્વ ધરાવતો થઈ ગયો છે.

જ્યોતિષાચાર્ય મુજબ આ સમયે ચાર ગ્રહ વક્રી છે અને તેની સીધી અસર તુલા અને મેષ રાશિ પર પડી રહી છે. મંગળ ગ્રહ શનિની સાથે જ રાહુ અને કેતુથી શત્રુભાવ રાખે છે. 25 માર્ચ સુધી વક્રી મંગળ, વક્રી શનિ અને વક્રી રાહુ એકસાથે તુલા રાશિમાં સ્થિત રહેશે. આગામી સમયમાં આ પ્રકારનો યોગ (વક્રી મંગળ, વક્રી શનિ અને વક્રી રાહુ તુલા રશિમાં સ્થિત) લગભગ 175 વર્ષ બાદ બનશે. આ યોગ સેંકડો વર્ષ પહેલાં ઈ.સ. 1660માં બન્યો હતો.

વેબ દુનિયા|
આગળ રાશિ પ્રમાણે લાભ મેળવવા કરો આટલા ઉપાયો


આ પણ વાંચો :