બુધવાર, 24 એપ્રિલ 2024
  1. ધર્મ
  2. »
  3. તહેવારો
  4. »
  5. હોળી
Written By વેબ દુનિયા|

તમારી રાશિ મુજબ કયો રંગ તમારી માટે શુભ છે ?

P.R
રંગોનો તહેવાર હોળી જો તમારી રાશિ મુજબના રંગોથી રમવામાં આવે તો આ તહેવાર તમારા જીવનની ખુશીઓમાં વધારો કરશે

દરેક રાશિના કેટલાક નિશ્ચિત રંગ હોય છે. અને કેટલાક આ વર્ષના ગ્રહની દ્રષ્ટિથી શુભ રંગ માનવામાં આવે છે. અહી અમે રજૂ કરીએ છીએ 12 રાશિ મુજબ હોળી પર રમાનાર રંગોનું વિવરણ.

- મેષ, વૃશ્ચિક રાશિવાળા માટે પીળો, નારંગી, આછો લાલ, ગુલાબી, કેસરી રંગ શુભ છે.
- વૃષભ, તુલા રાશિવાળા માટે બધા ચમકતા રંગ ખાસ કરીને સફેદ, ભૂરો, ફિરોજી રંગ શુભ. લાલ રંગનો પ્રયોગ કરશો જ નહી તો સારુ રહેશે.
- મિથુન, કન્યા રાશિવાળા માટે લીલો, ભૂરો, ફિરોજી દહીમાં મિક્સ કરીને વાપરી શકાય છે.

- કર્ક રાશિવાળા માટે સફેદ રંગનો પ્રયોગ કરો અને દહી, દૂધ છાશમાં નારંગી, પીળા, કેસરી રંગોને નાખીને પ્રયોગ કરી શકો છો.
- સિંહ રાશિવાળા માટે ગુલાબી, નારંગી, સોનેરી,પીળો, કેસરી રંગોનો પ્રયોગ ઉત્તમ છે.
- ધન,મીન રાશિવાળા માટે નારંગી, ફાલસા, પીળો, કેસરી રંગનો પ્રયોગ કરી પોતાની ખુશીઓમાં ચાર ચાંદ લગાવી શકે છે.
- મકર, કુંભ રાશિવાળા માટે જાંબુડિયો, ભૂરો, આસમાની, લીલો, રંગોનો પ્રયોગ કરી ખુશી વ્યક્ત કરી શકે છે.