શનિવાર, 23 નવેમ્બર 2024
  1. ધર્મ
  2. »
  3. તહેવારો
  4. »
  5. હોળી
Written By વેબ દુનિયા|

હોળી અંગેની લોકકથાઓ...

ભારતીય તહેવારો સાથે સંકળાયેલી માન્યતાઓ અને કથાઓ તેમની ઉત્પત્તિ પર પ્રકાશ નાખે છે. કદી લેખિત તો કદી મોખિક આ કથાઓ પેઢી દર પેઢી વારસો બનતી જાય છે. આ પ્રાચીન તહેવાર પર નજર નાખો તો કેટલાય નામ મળશે. શરૂના નામો 'હોળાકા', પછી 'હુતાશ્ની', 'ફાલ્ગુનિકા', 'હોળીકાત્સોવ', 'થી લઈને આજની 'હોળી' સુધી. આ હોળી સાથે સંકળાયેલા બે પ્રસંગો અમે રજૂ કરીએ છીએ -

પ્રથમ કથા - બાળકોને બીવડાવતી હતી રાક્ષસી -

યુધિષ્ઠિરે કૃષ્ણને પૂછ્યુ - ફાગણ પૂર્ણિમાએ દરેક ગામ અને નગરમાં એક ઉત્સવ કેમ થાય છે. દરેક ઘરમાં બાળકો કેમ મસ્તીમાં ખોવાય જાય છે, અને હોળિકા કેમ સળગાવવામાં આવે છે, આમાં કયા દેવતાની પૂજા કરવામાં આવે છે.,. અને આને 'અડાડા' કેમ કહેવામાં આવે છે ? શ્રીકૃષ્ણએ યુદ્ધિષ્ઠિરને રાજા રધુના વિશે એક દંતકથા સંભળાવી. રાજા રધુ પાસે લોકો એ ફરિયાદ લઈને ગયા કે 'ઢોળ્ડા' નામની એક રાક્ષસી બાળકોને દિવસ-રાત સતાવતી રહે છે. રાજા દ્વારા પૂછવામાં આવતા તેમણે પુરોહિતે જણાવ્યુ કે પેલી માળીની છોકરી એક રાક્ષસી છે, જેણે શિવે વરદાન આપ્યુ છે કે તેને દેવ, માનવ, વગેરે નહી મારી શકે અને ન તો કોઈ શસ્ત્ર તેને મારી શકે કે ન તો ઠંડી, ગરમી કે વરસાદ તેને મારી શકે છે, પરંતુ શિવે એટલુ કહ્યુ કે તે રમતા બાળકોથી બી શકે છે. પુરોહિતે જણાવ્યુ કે ફાગણની પૂનમના રોજ શિયાળો સમાપ્ત થાય છેઅ એન ગ્રીષ્મ ઋતુની શરૂઆત થાય છે.

ત્યારે લોકો હંસે અને આનંદ મનાવે. બાળકો લાકડીના ટુકડા લઈને બહાર આનંદપૂર્વક નીકળી પડે. લાકડીઓ અને ઘાસ ભેગા કરે. રક્ષા મંત્રોની સાથે તેમા આગ લગાવે, તાળિઓ વગાડે, અને અગ્નિની ત્રણ વાર પ્રદક્ષિણા કરે. ખૂબ હસે અને મસ્તી, અટ્ટહાસ્ય કરવાથી તે રાક્ષસી મરી જશે. જ્યારે રાજાએ આ બધુ કર્યુ તો રાક્ષસી મરી ગઈ અને તે દિવસને અડાડા કે હોળિકા કહેવામા આવી.

બીજી કથા - હોળિકા અને પ્રહલાદ

આ તહેવારનો મુખ્ય સંબંધ પ્રહલાદ સાથે છે. પ્રહલાદ હતો વિષ્ણુ ભક્ત પણ તેણે એવા પરિવારમાં જન્મ લીધો હતો જેનો મુખ્ય માણસ ક્રૂર અને નિર્દયી હતો. પ્રહલાદના પિતા એટલે કે નિર્દયી હિરણ્યકશ્યપ પોતાની જાતને ભગવાન સમજતો હતો અને પ્રજા પાસે પણ એ જ આશા રાખતો હતો કે તેઓ પણ એની જ પૂજા કરે અને તેને જ ભગવાન માને. જે લોકો આવુ ન કરતા તેમને મારી નાખવામાં આવતા અથવા તો જેલમાં નાખી દેવામાં આવતા. જ્યારે હિરણ્યકશ્યપનો પુત્ર પ્રહલાદ વિષ્ણુ ભક્ત નીકળ્યો તો પહેલા તો તેને એ નિર્દયીએ ધમકાવ્યો અને પછી તેની પર અનેક દબાણો કર્યા કે તે વિષ્ણુની ભક્તિ છોડી હિરણ્યકશ્યપની પૂજા કરે. પણ પ્રહલાદને તો પોતાના ઈશ્વર પર શ્રધ્ધા હતી તેથી તે પોતાની ભક્તિથી ડગમગાયા વગર વિષ્ણૂની જ પૂજા કરતો.

બધા પ્રયત્નો કર્યા પછી પણ જ્યારે પ્રહલાદ ન માન્યો તો હિરણ્યકશ્યપે તેને મારવાનો વિચાર કર્યો. તે માટે તેણે ઘણા પ્રયત્નો કર્યા પણ પ્રહલાદ મર્યો નહી. છેવતે હિરણ્યકશ્યપે પોતાની બહેન હોળિકા જેણે અગ્નિમાં ન બળવાનુ વરદાન હતુ તેને બોલાવી અને પ્રહલાદને મારવાની એક યોજના બનાવી. એક દિવસ નિર્દયી રાજાએ બધી બહુ લાકડીઓ ભેગી કરી અને તેમાં આગ ચાંપી દીધી. જ્યારે બધી લાકડીઓ તીવ્ર વેગથી બળવા લાગી, ત્યારે રાજાએ પોતાની બહેનને આદેશ આપ્યો કે તે પ્રહલાદને લઈને સળગતી લાકડીઓ વચ્ચે જઈ બેસે. હોળીકાએ એવુ જ કર્યુ. મગર દેવયોગથી પ્રહલાદ તો બચી ગયો, પરંતુ હોળીકા વરદાન પ્રાપ્ત હોવા છતાં બળીને રાખ થઈ ગઈ. ત્યારથી પ્રહલાદની ભક્તિ અને અસુરી રાક્ષસી હોળિકાની સ્મૃતિમાં આ તહેવારને મનાવતા આવી રહ્યા છે.